અમેરિકા : ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વૅર ખાતે CAAના સમર્થનમાં ભારતીયોનું પ્રદર્શન

ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વૅર ખાતે CAAના સમર્થનમાં પ્રદર્શન કરતાં ભારતીય મૂળના લોકો.

CAAના સમર્થનમાં ન્યૂયૉર્કના રસ્તાઓ પર ઉતર્યા ભારતીય, 'We Support Modiji'ના નારા લાગ્યા

 • Share this:
  ન્યૂયૉર્ક : અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ સંશોધિત નાગરિકતા કાયદા (Citizen Amendment Act-CAA)ને સમર્થન આપવા માટે અલગ-અલગ સ્થળો પર કાર્યક્રમ કર્યા અને CAAને ભારત સરકાર તરફથી લેવામાં આવેલું ઐતિહાસિક પગલું કરાર કર્યું. સંશોધિત નાગરિકતા કાયદા મુજબ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો ધાર્મિક દમનના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવી ગયા છે, તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

  ભારતીય અમેરિકોનું એક સમૂહ રવિવારે ટાઇમ્સ સ્ક્વૅર પર એકત્ર થયું. તેમના હાથમાં પૉસ્ટર હતા અને તેનો CAA અને નરેન્દ્ર મોદી સરકારના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. આ પૉસ્ટરો પર લખ્યું હતું, 'સીએએ માનવાધિકારો વિશે છે, અમે સન્માની સાથે જીવવાના લઘુમતીઓના અધિકારનું સમર્થન કરીએ છીએ.' 'પ્રવાસી ભારતીય સીએએનું સમર્થન કરે છે' અને 'સીએએ પારદર્શી અને લોકતાંત્રિ પ્રક્રિયાથી પાસ કરવામાં આવ્યું છે.'

  આ સમર્થન રેલીમાં ઑવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી-યૂએસએ (OFBJP)ના અધ્યક્ષ કૃષ્ણા રેડ્ડી અનુગુલા અને સંગઠનના અન્ય સભ્યો સામેલ હતા. બીજી તરફ, લૉન્ગ આઇલેન્ડમાં શનિવારે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય-એમરિકન સુમદાયના સભ્યોએ નવા કાયદાને પોતાનું સમર્થન આપ્યું હતું.

  અમેરિકન-ઈન્ડિયન પબ્લિક અફૅર્સ કમિટીના અધ્યક્ષ જગદીપ સેવહાનીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સત્તામાં આવ્યા બાદ આ કાયદો લાવ્યું જે ઐતિહાસિક પગલું છે. સાથોસાથ તેઓએ બંધારણના આર્ટિકલ-370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાના મોદી સરકારના નિર્ણયના પણ વખાણ કર્યા.

  સેવહાનીએ કહ્યું કે, ભારતીય-અમેરિકન સુમદાયને સીએએ વિશે જાણકારી આપવા માટે અમેરિકન સાંસદો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવો જોઈએ.

  આ પણ વાંચો, નમો એપ પર CAA માટે PM મોદીએ માંગ્યું સમર્થન, કહ્યુ- 'આનાથી નાગરિકતા છીનવવામાં નહીં, આપવામાં આવે છે'
  Published by:Mrunal Bhojak
  First published: