ઇકો ફ્રેન્ડલી ફોમ વિકસાવવા બદલ ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની સોહી પટેલને અપાયો પ્રતિષ્ઠિત એવોર્ડ

પ્રતીકાત્મક તસવીર

સોહી સંજય પટેલને પેટ્રિક એચ હર્ડ સસ્ટેનેબિલીટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી, જાણો તેના પ્રોજેક્ટ કેમ છે ખાસ

  • Share this:
1984ની ભોપાલ ગેસ દુર્ઘટના (Bhopal Gas Tragedy)થી આખો દેશ હાચમચી ગયો હતો. ત્યારબાદ આવી ઘટના ન બને તે માટે ઘણી તકેદારી રાખવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાથી તંત્રએ શીખ લીધી છે. ત્યારે ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થીનીએ ભોપાલ ગેસ દુર્ઘટનાના પ્રભાવથી પ્રેરણા લઈ પર્યાવરણને અનુકૂળ ફોમનો વિકલ્પ વિકસિત કરવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. આ વિદ્યાર્થિનીનું નામ સોહી સંજય પટેલ (Sohi Sanjay Patel) છે. જે ટેક્સાસ હાઈસ્કૂલ (Texas High School)ની વિદ્યાર્થીની છે. જેને 2021ના વર્ચ્યુઅલ રીજેનરોલ ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેર (ISEF)માં પેટ્રિક એચ હર્ડ સસ્ટેનેબિલીટી એવોર્ડ (Patrick H Hurd Sustainability Award)ની વિજેતા જાહેર કરાઈ હતી.

આ પુરસ્કાર અમેરિકાની એનવાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ એનાયત કર્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, તેના પ્રોજેક્ટમાં પ્લાન્ટમાંથી ફ્લેમ રીટાર્ડન્ટ પોલિયુરેથીન ફોમ આપવાનો પ્રસ્તાવ છે. જેનો ઉપયોગ હાઉસિંગ ઇન્સ્યુલેશન અને અન્ય એપ્લિકેશન્સ માટે થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, સોહી સંજય પટેલનો આ પ્રયાસ ભારતમાં 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાથી પ્રેરિત છે. તે સમયે પેસ્ટીસાઈડ પ્લાન્ટમાંથી 40 ટનથી વધુ મિથાઇલ આઇસોસાઈનેટ(MIC) ગેસ લીક થયો હતો. પોલીયુરેથેન ફોમનું નિર્માણ કરવા માટે MIC કાચો માલ છે. જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન માટે વિવિધ પ્રોડક્ટમાં કુશનિંગ સામગ્રી તરીકે થાય છે.

આ પણ વાંચો, Baba Ka Dhaba: ઢાબાવાળા બાબાના સુખના દિવસો ખતમ, નવી રેસ્ટોરાંના પાટીયા પડ્યા, ફરી એક જ ફુટપાથ સ્ટોલ

તેના પ્રોજેક્ટને સ્કેલેબલ એન્ડ સસ્ટેનેબલ સિન્થેસિસ ઓફ એ નોવેલ, બાયો બેઝ પોલિયુરેથેન ફોમ સિસ્ટમ ઇનકોર્પોરેટિંગ ઇન્ડસ્ટ્રીયલ બાયપ્રોડક્ટ્સ એન્ડ વેસ્ટ શીર્ષક આપવામાં આવ્યું છે. જે પોલીયુરેથેન બનાવવા માટે MICને હરિત ઘટકો સાથે બદલવા પર કેન્દ્રિત છે. ખાસ કરીને તેણે પોલિયુરેથેન ફોમને વધુ ટકાઉ બનાવવા માટે નોટોક્સિક વેસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને બે નોવેલ બાયોકેમિકલ્સ વિકસિત કર્યા છે.

આ પણ વાંચો, અંધારામાં પણ વ્યક્તિને ઓળખી શકાશે, આ ઈનોવેશન માટે ડૉ.શિવાનીને DRDOની પ્રતિયોગિતામાં મળ્યું ફર્સ્ટ પ્રાઇઝ

EPA સાયન્સ એડવાઇઝર જેનિફર ઓર્મે-જાવલેતાએ જણાવ્યું હતું કે, આ વર્ષના ISEFમાં વિદ્યાર્થી ફાઇનલિસ્ટ્સ માનવ આરોગ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે નોંધપાત્ર રીતે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત (STEM)નો ઉપયોગ કરી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ્સ ખરેખર પ્રેરણાદાયક છે.

સોસાયટી ફોર સાયન્સ એન્ડ પબ્લિશર ઓફ સાયન્સ ન્યુઝના અધ્યક્ષ અને CEO માયા અજમેરાએ જણાવ્યું હતું કે, પેટ્રિક એચ હર્ડ સસ્ટેનબીલીટી એવોર્ડ જીતવા બદલ સોહી સંજય પટેલ અને 2021 રિજનરોન ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેયરમાં અમેરિકન પર્યાવરણ સંરક્ષણ એજન્સી દ્વારા સન્માનજનક ઉલ્લેખ પ્રાપ્ત કરવા પસંદ પામેલા ચારલોટ મિચલુકને અભિનંદન.
First published: