Home /News /national-international /નાસિકમાં સુખોઇ વિમાન ક્રેશ, ઇમરજન્સી એક્ઝિટની મદદથી બંને પાયલટ સુરક્ષિત

નાસિકમાં સુખોઇ વિમાન ક્રેશ, ઇમરજન્સી એક્ઝિટની મદદથી બંને પાયલટ સુરક્ષિત

નાસિકમાં એરફોર્સનું જેટ સુખોઇ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

મહારાષ્ટ્રના નાસિકમાં એરફોર્સનું જેટ સુખોઇ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ વિમાનમાં ભારતીય વાયુ સેનાના બે પાયલટ સવાર હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનામાં બંને પાયલટ સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નાસિક પાસેથી પસાર થઇ રહેલા જેટ સુખોઇ વિમાનમાં અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. આ દરમિયાન વિમાનમાં સવાર બે પાયલટે સમસૂચકતા વાપરી સમયસર વિમાનમાંથી નીકળી ગયા હતા. બંને પાયલટે પ્લેનમાં રાખવામાં આવેલા સીટ ઇજેક્ટરની મદદથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. ફાયટર પ્લેનમાં ઇમરજન્સી દરમિયાન બહાર નીકળવા માટે સીટ ઇજેક્ટર આપવામાં આવે છે, જેમાં પાયલટ સીટ સાથે જ પ્લેનમાંથી બહાર નીકળી શકે છે.આ સીટ સાથે પેરાશૂટ લગાલેવું હોય છે.

નાસિક પાસેથી પસાર થઇ રહેલા જેટ સુખોઇ વિમાનમાં અચાનક કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી


ઘટના બાદ સુખોઇ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું જ્યારે ભારતીય વાયુ સેનાના બંને પાયલટ સુરક્ષિત છે, તો સમગ્ર ઘટના અંગે ભારતીય વાયુ સેનાએ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.
First published:

Tags: Nashik, ભારતીય વાયુસેના