IAFએ નકાર્યો અમેરિકન મીડિયોનો દાવો કહ્યું, અભિનંદને તોડ્યું હતું F-16

તસવીર સૌજન્ય પીટીઆઈ

અમેરિકાના એક મેગેઝિને ભારત વિરુદ્ધ ફાઇટર પ્લેન F-16ના ઉપયોગ મામલે પાકિસ્તાન ક્લિન ચીટ આપી છે

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાચતી: ઇન્ડિયન એરફોર્સના ફાઇટર પ્લેન F-16ને 27મી ફેબ્રુઆરીએ ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનની ઘૂષણખોરી બાદ તોડી પાડ્યું હતું. જોકે, એક અમેરિકન મેગેઝિને દાવો કર્યો હતો કે અમેરિકાની ગણતરીમાં તમામ F16 યથાવત હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના આ દાવા બાદ ઇન્ડિયન એરફોર્સ દ્વારા શુક્રવારે રાત્રે જણાવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદને જ 27મી ફેબ્રુઆરીએ F-16 તોડી પાડ્યું હતું. પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતની સરહદમાં F-16, JF-17, Dvs મિરાજ-3/5 સાથે ઘૂષણખોરી કરવામાં આવી હતી.

    વાયુસેનાએ કહ્યું,'પાકિસ્તાનની ઘૂષણખોરી બાદ SU-30 MKI, મિરાઝ-2000 અને મિગ-21 બાઇસને પાકિસ્તાની વિમાનોનો પીછો કર્યો હતો અને તેમને પરત ધકેલ્યાહા. આ દરમિયાન વાયુસેનાના મિગ-21 બાઇસને નૌશેરા સેક્ટરેમાં એક F-16 તોડી પાડ્યું હતું.

    ન્યૂઝ 18ના સૂત્રોએ એ બાબતની ખાત્રી કરી છે કે વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા F-16 તોડી પાડવામાં આવ્યું હતું.

    જ્યારે અમેરિકાએ ભારત વિરુદ્ધ ફાઇટર પ્લેન F-16ના ઉપયોગ અંગે પાકિસ્તાનને ક્લીન ચિટ આપવામાં આવી છે. એક અમેરિકન મેગેઝિને જ આ પ્રકારનો દાવો કર્યો છે.

    અમેરિકાની આ તપાસ બાદ પાકિસ્તાન પર લાગેલા આક્ષેપો પર સવાલો સર્જાયા છે. ભારતે 26મી ફેબ્રુઆરીએ અડધી રાત્રે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ સર્જાયેલા તણાવ દરમિયાન આ ઘટના બની હતી.

    ફોરેન પૉલિસી મેગેઝિન મુજબ, પાકિસ્તાને અમેરિકા આવી અને એફ-16 વિમાનની ગણતરી કરવાનું આમંત્રણ આપ્યું હબતું. મેગેઝિનમાં લારા સેલીગમનના અહેવાલ મુજબ અમેરિકાની ગણતરીમાં તમામ પ્લેન ત્યાં હાજર હતા.
    Published by:Jay Mishra
    First published: