Home /News /national-international /હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે વાયુસેનાનાં વીર, એરફોર્સનાં 90 વર્ષ પૂરા થવા પર મળી ભેટ
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે વાયુસેનાનાં વીર, એરફોર્સનાં 90 વર્ષ પૂરા થવા પર મળી ભેટ
ભારતીય વાયુસેનાનો નવો યુદ્ધ ગણવેશ
INDIAN AIRFORCE COMBAT UNIFORM: આજે ચંદીગઢમાં ભારતીય વાયુસેનાના કોમ્બેટ યુનિફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે. એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીના હાજરીમાં આ યુનિફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચંદીગઢ: આજે વાયુ સેના દિવસ છે. આ અવસરે આજે ચંદીગઢમાં ભારતીય વાયુસેના (Indian Air Force, IAF)ના કોમ્બેટ યુનિફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું છે. એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીના હાજરીમાં આ યુનિફોર્મનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ડિજિટલ પેટર્ન કોમ્બેટ યુનિફોર્મને ભારતીય વાયુસેનાના ઓપરેશનલ ટાસ્કને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમાં શુઝ, ટી-શર્ટ, વેબ બેલ્ટ, કેપની નવી પેટર્ન શામેલ છે.
ભારતીય વાયુસેનાના સાત જવાન વાયુસેનાના દિવસે પરેડમાં શામેલ થયા હતા અને નવો કોમ્બેટ યુનિફોર્મ પહેર્યો હતો. ભારતીય વાયુસેનામાં પહેલી વાર કોમ્બેટ ટી-શર્ટ પહેરવામાં આવી છે.
એર ચીફ માર્શલ ચૌધરીએ સંબોધન કરતા જણાવ્યું કે, આપણને ખૂબ જ મહેનત અને લગનથી આ ગૌરવશાળી વારસો મળ્યો છે. તેને અહીં સુધી લાવવામાં આપણા પૂર્વજોએ ખુબ બલિદાન આપ્યા છે. જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. હવે તેને આગળ લઈ જવાની જવાબદારી પણ આપણા પર છે. આ અવસરે એર ચીફ માર્શલ મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભારતીય વાયુસેના માટે એક નવી હથિયાર પ્રણાલી શાખાને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ પહેલી વાર ભારતીય વાયુસેનામાં એક નવી ઓપરેશનલ બ્રાન્ચ બનાવવામાં આવી છે. જે જમીનથી જમીન પર ઠાર કરતી મિસાઈલ, જમીન પરથી હવામાં ઠાર કરતી મિસાઈલ, રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ અને ડબલ વેપન સિસ્ટમ ઓપરેટર તથા મલ્ટી ક્રૂ એરક્રાફ્ટની વિશેષ સ્ટ્રીમ હેઠળ સંચાલિત કરવામાં આવશે. આ શાખા બનાવવામાં આવતા તાલીમ ખર્ચ ઓછો થશે, જેના કારણે રૂ. 3,400 કરોડની બચત થશે.
એર ચીફ માર્શલ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, અગ્નિપથ યોજનાની મદદથી વાયુસેનામાં યોદ્ધાઓને શામેલ કરવા તે એક મોટો પડકાર છે. ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ બાબત એ છે કે, ભારતીય યુવા ધનને રાષ્ટ્રની સેવામાં શામેલ કરવાનો અવસર છે. આ બાબત સુનિશ્ચિત કરવા માટે તાલીમ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ અગ્નિવીર વાયુસેનામાં પોતાનું કરિઅર શરૂ કરવા માટે યોગ્ય કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ છે. આ વર્ષે ડિસેમ્બરમાં 3,000 અગ્નિવીરને વાયુસેનાની તાલીમ આપવા માટે શામેલ કરવામાં આવશે. યોગ્ય સ્ટાફ સુનિશ્ચિત કરવા માટે આવનારા વર્ષોમા આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. આગામી વર્ષથી મહિલા અગ્નિવીરને વાયુસેનામાં શામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર