ન્યૂઝ18ગુજરાતીઃ એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. વાઘા બોર્ડર ઉપર પાકિસ્તાનના અધિકારીઓએ તેમને ભારતને સોપ્યો હતો. આ પહેલા ડોક્યુમેન્ટ્સમાં કન્ફ્યુઝન હોવાના કારણે ભારતીય સીમાને પાર કરવામાં તેમને મોડું થયું હતું. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પોતાના વતન ભારત પરત ફર્યા છે. વાઘા બોર્ડર ઉપર પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદર વર્તમાનને ભારતનો સોંપ્યા છે. કલાકો સુધીના રાહ જોયા પછી શુક્રવારે રાત્રે 9.20 કલાકે પાકિસ્તે અભિનંદનને ભારતીય અધિકારીઓને સોંપ્યો હતો. ભારત પરત ફર્યા બાદ અભિનંદન વર્તમાનના પહેલા શબ્દો હતા કે સારું લાગી રહ્યું છે.
વિંગ કમાન્ડર અભિનંદનને અમૃતસરથી દિલ્હી લઇ જવાયા હતા. વાયુસેનાના વિમાનથી પાલમ એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમને દિલ્હીની આરઆર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. શનિવારે સેના અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની સામે તેમનું તબીબી પરિક્ષણ થશે.
વતન પરત ફર્યાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી IAF વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, વેલકમ હોમ વિંગ કમાન્ડર અભિનંદન, રાષ્ટ્રને તમારા અનુકરણીય સાહસ ઉપર ગર્વ છે. અમારા સશસ્ત્ર દળ 130 કરોડ ભારતીયો માટે એક પ્રેરણા છે. વંદે માતરમ!
ઉલ્લેખનીય છેકે, અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.
વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતી પર પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થયો હતો. નરેન્દ્ર મોદીથી લઇને ટોચના રાજકારણીઓ નેતાઓ અને ક્રિકેટ અને બોલીવૂડ સેલિબ્રિટી દ્વારા ટ્વીટ કરવામાં આવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
જે બોર્ડર પર અભિનંદન આવ્યા તેને વાઘા-અટારી બોર્ડર કહેવામાં આવે છે. વાઘા પાકિસ્તાન તરફથી છે, જ્યાં અભિનંદન આવી પહોંચ્યા હતા. જ્યારે અટારી બોર્ડર ભારત તરફથી છે,
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર