વિંગ કમાન્ડર અભિનંદનનું ટ્રાન્સફર, જાણો કેમ અને હવે ક્યાં થયું પોસ્ટિંગ

વિંગ કમાન્ડર અભિનંદન (ફાઇલ ફોટો)

 • Share this:
  પાકિસ્તાનના ફાઇટર પ્લેનને જડબાતોડ જવાબ આપનારા વિંગ કમાન્ડર અભિનંદનનું ટ્રાસ્ફર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેનાએ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાના કારણોને ધ્યાને રાખી શ્રીનગર એરબેસથી અભિનંદન વર્તમાનનું ટ્રાન્સફર કર્યું છે. હવે અભિનંદનને પશ્ચિમ વિસ્તારમાં મહત્વપૂર્ણ એરબેસ પર તહેનાત કરવામાં આવ્યા છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે વિંગ કમાન્ડર અભિનંદનને જેશ-એ-મોહમ્મદ દ્વારા સતત ધમકીઓ મળી રહી હતી. 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં પ્રવેશ કરનારા પાકિસ્તાની એરફોર્સના વિમાનનો પીછો કરતી વખતે વિંગ કમાન્ડર અભિનંદરનું મિગ 21 વિમાન ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ ભાજપે જાહેર કર્યું 'ચોકીદાર રેપ સોંગ', કલાકોમાં જ થયું વાયરલ

  આ પહેલા તેઓએ પાકિસ્તાનના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. ભારતના દબાણ બાદ પાકિસ્તાને 1 માર્ચે અભિનંદનને છોડ્યા હતા અને ભારતને સોંપ્યા હતા. ત્યારબાદ અભિનંદનને સતત જેશની ધમકીઓ મળી રહી હતી.

  ઉલ્લેખનીય છે કે અભિનંદન હાલ મેડિકલ ટેસ્ટથી પસાર થઇ રહ્યાં છે. મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓને ફાઇટર પ્લેન ઉડાળવાની મંજૂરી આપવામાં આવશે. ગત સપ્તાહે તેઓ ચિકિત્સા સમીક્ષા માટે દિલ્હી આવ્યા હતા અને કેટલાક દિવસથી સુધી તેઓને અનેક પરીક્ષણથી પસાર થવું પડ્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: