બાલાકોટ હવાઇ હુમલાના 2 વર્ષ : વાયુસેનાએ દેખાડ્યું કેવી રીતે બાલાકોટમાં PAK પર કરવામાં આવી એર સ્ટ્રાઇક

તસવીર- ANI

વાયુસેનાએ આ અભ્યાસનો વીડિયો જાહેર કર્યો કે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ક્રોંકીટના મજબૂત નિશાના પર પ્રીશેસન ગાઇડેડ બોમ્બથી સટિક નિશાન લગાવીને પૂરી રીતે નષ્ટ કર્યા

 • Share this:
  નવી દિલ્હી : જૈશ-એ-મોહમ્મદના આતંકી સંગઠનના કેમ્પોને ધ્વસ્ત કરવા માટે બે વર્ષ પહેલા કરવામાં આવેલી બાલાકોટ એર સ્ટ્રાઇકની બીજી એનિવર્સરીના પ્રસંગે ભારતીય વાયુસેનાએ બીજી એક એર સ્ટ્રાઇક કરી છે. જોકે આ એર સ્ટ્રાઇક કોઈ દેશ કે આતંકવાદી સંગઠન પર નહીં પણ એક અભ્યાસના રૂપમાં કરવામાં આવી હતી. લોંગ રેન્જની એર સ્ટ્રાઇક પર પ્રેક્ટિસ ટાર્ગેટને નિશાન બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ એર સ્ટ્રાઇકને તે જ સ્ક્વોડને અંજામ આપ્યો હતો જેણે બાલાકોટમાં અસલ ઓપરેશન્સ કરી આતંકી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા હતા.

  ભારતીય વાયુસેના પ્રમુખે પણ બાલાકોટ ઓપરેશનની બીજી એનિવર્સરી પર તેમને મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ ફાર્મેશન સુખોઈ અને મિરાજમાં તે પાયલોટ સાથે ઉડાન પણ ભરી હતી. તેમણે પાયલોટ અને વાયુસૈનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ બાલાકોટના સફળ એર સ્ટ્રાઇક માટે વાયુસેનાને અભિનંદન આપ્યા હતા.

  આ પણ વાંચો - Photos: આ છે પાકિસ્તાનની ઐશ્વર્યા રાય! હુબહુ મળતો આવે છે ચહેરો

  અભ્યાસનો વીડિયો સામે આવ્યો

  વાયુસેનાના સ્પાઇસ 2000 બોમ્બ દ્વારા આતંકીઓના કેમ્પોને નેસ્તનાબુદ કરવામાં આવ્યા હતા. તે જ રીતે એમ્યૂનેશનનો ઉપયોગ આ પ્રેક્ટિસ માટે કરવામાં આવ્યો છે. પૂરા ઓપરેશનમાં ભારતના ફાઇટર ફ્રન્ટલાઇન ફાઇટર એરક્રાફ્ટ સુખોઇ સહિત લગભગ બધા ફાયટરોએ પોતાનું યોગદાન આપ્યું હતું. વાયુસેનાએ આ અભ્યાસનો વીડિયો જાહેર કર્યો કે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ક્રોંકીટના મજબૂત નિશાના પર પ્રીશેસન ગાઇડેડ બોમ્બથી સટિક નિશાન લગાવીને પૂરી રીતે નષ્ટ કર્યા હતા. જુઓ VIDEO..  લક્ષ્યનું નિશાન બનાવ્યું ત્યારે ઝડપથી ધમાકો થયો અને ઘણી ઉંચાઇ સુધી પાકિસ્તાનમાં ધુમાડા ઉડતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાના નષ્ટ કરી દીધા હતા.
  Published by:Ashish Goyal
  First published: