Home /News /national-international /Agnipath Scheme : IAF એ જાહેર કરી અગ્નિપથ યોજનાની ડિટેલ, વર્ષમાં 30 દિવસ રજા, વીમા કવર સહતિ મળશે આવી સુવિધાઓ
Agnipath Scheme : IAF એ જાહેર કરી અગ્નિપથ યોજનાની ડિટેલ, વર્ષમાં 30 દિવસ રજા, વીમા કવર સહતિ મળશે આવી સુવિધાઓ
ઇન્ડિયન એરફોર્સમાં 24 જૂનથી શરૂ થશે અગ્નિવીરોની ભરતી (File Photo)
Agnipath Military Recruitment Scheme - યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓ સતત તેમને અગ્નિપથ યોજના પ્રત્યે જાગરુકતા કરવાનું કામ કરી રહી છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (Central Government)તરફથી સશસ્ત્ર બળોમાં ભરતી માટે લાવવામાં આવેલી નવી યોજના અગ્નિપથને (Agnipath Scheme)લઇને ચાલી રહેલા વિરોધ વચ્ચે ભારતીય વાયુસેનાએ આ સ્કીમ સાથે જોડાયેલી જાણકારી શેર કરી છે. અગ્નિપથ યોજના (Agnipath)અંતર્ગત ઇન્ડિયન એરફોર્સમાં (Indian Air Force)4 વર્ષમાં ભરતી થનાર અગ્નિવીરોને 30 દિવસની રજા મળશે. આ સિવાય કેન્ટીન સુવિધા પણ રહેશે. એરફોર્સ તરફથી યૂનિફોર્મ સિવાય ઇન્શ્યોરન્સ કવર પણ આપવામાં આવશે.
યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓ સતત તેમને અગ્નિપથ યોજના પ્રત્યે જાગરુકતા કરવાનું કામ કરી રહી છે. આ યોજના વિશે સાચી જાણકારી યુવાઓ સુધી પહોંચાડવાના પ્રયત્નમાં લાગી છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાએ પોતાની વેબસાઇટ પર અગ્નિપથ યોજના સાથે જોડાયેલી બધી જાણકારીઓ શેર કરી છે. ભારતીય વાયુસેનાના મતે અગ્નિવીરોને તે બધી સુવિધાઓ આપવામાં આવશે જે નિયમિત સેવા વાળા સૈનિકોને મળે છે.
ભારતીય વાયુસેનાના અગ્નિવીરોને મળશે આ સુવિધાઓ
ભારતીય વાયુસેનાની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે અગ્નિવીરોને માસિક વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફોર્મ એલાઉન્સ, કેન્ટી અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. જેવી કે એરફોર્સના નિયમિત સૈનિકને મળે છે. અગ્નિવીરોને ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. વર્ષમાં 30 દિવસની રજા મળશે. સાથે મેડિકલ લીવ અલગથી મળશે. આ મેડિકલ ચેકઅપ પર નિર્ભર કરશે. ભારતીય વાયુસેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરોને ભરતી થવાની ઉંમર 17.5થી 21 વર્ષ રહેશે.
The Indian Air Force releases details on 'Agnipath' recruitment scheme
જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે. જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
ઇન્ડિયન એરફોર્સમાં 24 જૂનથી શરૂ થશે અગ્નિવીરોની ભરતી
આ દરમિયાન વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આ જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે કે ભરતી માટે ઉંમરને સંશોધિત કરીને 23 વર્ષ કરી દેવામાં આવી છે. જેનાથી યુવાઓને લાભ મળશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરુ થશે.
અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શન
સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર