Home /News /national-international /

Indian Air Forceમાં પિતા-પુત્રીએ ફાઈટર જેટ ઉડાવીને રચ્યો ઈતિહાસ, જાણો Ananya અને Sanjay Sharmaની કહાની

Indian Air Forceમાં પિતા-પુત્રીએ ફાઈટર જેટ ઉડાવીને રચ્યો ઈતિહાસ, જાણો Ananya અને Sanjay Sharmaની કહાની

ભારતીય ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા અને તેના પિતા એર કોમોડોર સંજય શર્માએ ભારતીય વાયુસેનામાં ઈતિહાસ રચ્યો

એર કોમોડોર સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યા શર્મા (Flying Officer Ananya Sharma)એ 30 મેના રોજ આ ફ્લાઇટ લીધી હતી. ભારતીય વાયુસેના (Indian Air Force)માં આ પહેલીવાર છે અને પિતા-પુત્રીની જોડીએ ઈતિહાસ (Father Daughter Duo Creates History) રચ્યો છે.

વધુ જુઓ ...
    ભારતીય વાયુસેના (Indian Air Force)માં આજે કંઈક એવું બન્યું છે કે તેની ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. એક તસવીર સામે આવી છે જે જોઈને અને તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. પિતા અને પુત્રીની જોડી એક થઈ જાય તો કંઈક કરી બતાવે છે. આવી જ એક જોડીની વિશેષ સિદ્ધિ માટે તેઓ ચર્ચામાં છે. ફ્લાઈંગ ઓફિસર અનન્યા શર્મા (Flying Officer Ananya Sharma) તેમના પિતા, ફાઈટર પાઈલટ સાથે ઉડાન ભરનારી પ્રથમ મહિલા ભારતીય પાઈલટ બની છે. ભારતીય વાયુસેનાનું હોક-132 વિમાન ઉડાવનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી. પોતાના પિતાના પગલે ચાલીને અનન્યા શર્મા (Ananya Sharma)એ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે તેના પિતા પણ ગર્વ અનુભવે છે.

    એર કોમોડોર સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યા શર્માએ 30 મેના રોજ આ ફ્લાઇટ લીધી હતી. ભારતીય વાયુસેનામાં આ પહેલીવાર છે અને પિતા-પુત્રીની જોડીએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય વાયુસેના અનુસાર, કર્ણાટકના બિદરમાં હોક-132 એરક્રાફ્ટથી ઉડાન ભરી હતી. પિતા-પુત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    મોટી થતાં અનન્યા શર્માએ તેના પિતાને ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે જોયા. અન્ય પાયલોટની જેમ બોન્ડિંગ જોયું. ભારતીય વાયુસેનાના આ વાતાવરણમાં ઉછરેલી અનન્યાએ બીજી કોઈ નોકરીની કલ્પના પણ નહોતી કરી. પાછળથી તેણે જે વિચાર્યું તે થયું.

    આ પણ વાંચો: જમીનથી સેંકડો ફૂટની ઊંચાઈએ નાની બાળકીએ બતાવ્યો ખતરનાક સ્ટંટ, ભડક્યા લોકો!

    2016 માં IAF ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલોટ સેવામાં પ્રવેશ્યા પછી, અનન્યાએ પણ જોયું કે સ્વપ્ન પૂર્ણ થવાની સંભાવના છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીટેક પૂર્ણ કર્યા પછી, અનન્યાને ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ શાખામાં તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2021માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત થયા. અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્માને 1989માં IAFના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની પાસે લડાયક મિશનનો બહોળો અનુભવ છે.

    આ પણ વાંચો: Plane Crashની થોડી જ સેકન્ડ પહેલા પાયલોટ આવ્યો બહાર, જુઓ વિમાન દુર્ઘટનાનો ભયાનક વીડિયો

    મહત્વનું છે કે, વર્ષ 2016માં ભારતીય વાયુસેનામાં પહેલીવાર 3 મહિલા ફાઈટર પાઈલટ જોડાઈ હતી. ઑક્ટોબર 2015માં, ભારત સરકારે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટ્સને સામેલ કરવાની મંજૂરી આપી હતી. એરફોર્સમાં 1991થી મહિલાઓ હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવતી હતી, પરંતુ તેમને ફાઈટર પ્લેનથી દૂર રાખવામાં આવ્યા હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Fighter Jet, Indian Air Force, Nation News, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन