LAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ

News18 Gujarati
Updated: July 4, 2020, 11:27 PM IST
LAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ
LAC પર સુખોઈ-જગુઆરની ગર્જના, સૈનિકોએ કહ્યું - દરેક પડકાર સામે અમારો જોશ હાઇ

ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાન ચીનની સરહદ પાસે સ્થિત એરબેસ પર સતત ઉડાન ભરી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના (Indian Air Force)લડાકૂ વિમાન (Fighter Plane)ચીનની સરહદ પાસે સ્થિત એરબેસ પર સતત ઉડાન ભરી રહ્યા છે. જેમાં રશિયન મૂળના શક્તિશાળી Su-30MKI અને MiG-29s જેવા લડાકૂ વિમાન પણ સામેલ છે. જ્યારે ANIની ટીમે અગ્રીમ એરબેસનો પ્રવાસ કર્યો તો તે પોતાના સમકક્ષ Ilyushin-76 અને Antonov-32 સાથે અમેરિકી C-17 અને C-130J સહિત પરિવહન વિમાન જોવા મળ્યા હતા.

પરિવહન વિમાનોનો ઉપયોગ ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર તૈનાત સૈનિકો અને ઉપકરણોને દૂરના સ્થળોએ લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે. અપાચે (Apache)જેમાં પ્રમુખ છે. કારણ કે પૂર્વી લદાખ ક્ષેત્રમાં એક યુદ્ધની ભૂમિકામાં પોતાનું એકમાત્ર કામ સતત સૈનિકોને પહોંચાડવા માટે તૈનાત કરવામાં આવ્યું છે.

ફ્લાઇટ લેફ્ટિનેન્ટે ફોરવર્ડ એરફિલ્ડના મહત્વ વિશે પૂછવા પર કહ્યું હતું કે આ બેસ આ ક્ષેત્રમાં ઓપરેશન કરવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ બધી આકસ્મિકતાઓ અને આ ક્ષેત્રમાં કામ કરનાર બધા કોન્ટેસ્ટ અને સપોર્ટ ઓપરેશન માટે ક્લિયર કરવામાં આવે છે.

આ પણ વાંચો - કોરોનાની સ્વદેશી વેક્સીન પર ઉઠ્યા સવાલો, ICMRએ કહ્યું- કામ ઝડપથી થશે, લોકોની સુરક્ષા સૌથી ઉપર


એક વિંગ કમાંડર જે એરબેસમાં તૈયારીઓને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતીય વાયુસેના સંચાલન માટે પૂરી રીતે તૈયાર છે. વાયુ શક્તિ યુદ્ધમાં આજે પ્રાંસિંગક અને ઘણી શક્તિશાળી પહેલું છે.

ગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી તણાવને ધ્યાનમાં રાખીને વાયુ સેના પોતાને કેવી રીતે તૈયાર કરે છે. આ સવાલ પર કહ્યું હતું કે વાયુ સેના આ ક્ષેત્રમાં મુકાબલા અને સમર્થન બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. અમારો જોશ હંમેશા હાઇ અને ગૌરવ સાથે આકાશને આંબે છે.
First published: July 4, 2020, 11:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading