Home /News /national-international /Air Force Day 2021: આવી છે ભારતીય વાયુસેનાની તાકાત, રાફેલ, સુખોઈ અને મિગ સહિતના ફાઇટર જેટ પર નાંખો એક નજર

Air Force Day 2021: આવી છે ભારતીય વાયુસેનાની તાકાત, રાફેલ, સુખોઈ અને મિગ સહિતના ફાઇટર જેટ પર નાંખો એક નજર

8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ દિવસ મનાવવામાં આવે છે . (Photo: Indian Air Force)

Air Force Day 2021: વાયુસેનામાં (Air Force)સૌથી અગત્યનું પાસું લડાકુ વિમાનો છે. તાકાતની દ્રષ્ટિએ આપણી વાયુસેના વિશ્વની ટોચની વાયુસેનામાં સ્થાન ધરાવે છે

દેશમાં દર વર્ષે વાયુસેના દિવસ (Indian Air Force Day 2021) મનાવવામાં આવે છે. આપણી વાયુસેના (Indian Air Force)સરહદોની સુરક્ષા માટે સતત સતર્ક હોય છે. વાયુસેનામાં (Air Force)સૌથી અગત્યનું પાસું લડાકુ વિમાનો છે. તાકાતની દ્રષ્ટિએ આપણી વાયુસેના વિશ્વની ટોચની વાયુસેનામાં સ્થાન ધરાવે છે અને રાફેલ લડાકુ જેટ્સના (Rafale fighter)કારણે ભારતીય વાયુસેનાની તાકાત અનેકગણી વધી ચુકી છે. ત્યારે અહીં ભારતીય વાયુસેનામાં રહેલા ફાઈટર જેટ્સ અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ દિવસ મનાવવામાં આવે છે.

રાફેલ (Rafale)

ભારતે 2016માં આશરે 58,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ ફાઇટર જેટની ખરીદી માટે ફ્રાન્સ સાથે સમજૂતી કરી હતી. ભારતે 28 સિંગલ અને 8 ડ્યુઅલ સીટર રાફેલનો ઓર્ડર આપ્યો હતો. રાફેલને વિશ્વના ટોચના ફાઈટર જેટ્સ પૈકીનું માનવામાં આવે છે. આ વિમાન અનેક શક્તિશાળી શસ્ત્રો અને મિસાઇલો લઈ જવા સક્ષમ છે. રાફેલ આધુનિક ફાઇટર જેટ છે. તે તેની ચપળતા, ગતિ, શસ્ત્ર હોલ્ડિંગ ક્ષમતા અને હુમલાની ક્ષમતા માટે જાણીતું છે. રાફેલમાં ડેલ્ટા વિંગ ડિઝાઇન છે અને તે કટોકટીના કિસ્સામાં 11g જેટલી ઊંચી જી-ફોર્સ કરવામાં સક્ષમ છે. રાફેલ સિંગલ અને ડ્યુઅલ સીટિંગ કેબિનમાં ઉપલબ્ધ છે. રાફેલની પ્રથમ સ્ક્વોડ્રન ભારતીય વાયુસેનાના સૌથી વ્યૂહાત્મક મથક અંબાલા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. જ્યારે રાફેલની બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળના હસીમારા બેઝ પર તૈનાત હશે.

મિરાજ-2000 (Mirage-2000)

મિરાજ-2000 ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક વિમાનોમાંનું એક છે. તેને સૌ પ્રથમ 1985માં તૈનાત કરવામાં આવ્યું હતું. મિરાજને સામેલ કર્યા પછી તરત જ વાયુદળે તેને વજ્ર નામ આપ્યું હતું. લડાકુ વિમાન મિરાજ-2000ને ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યું છે. તેણે 1978માં પ્રથમ ઉડાન ભરી હતી અને ત્યારબાદ 1984માં તેને ફ્રેન્ચ એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.

તે સમયે પાકિસ્તાને અમેરિકાના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત એફ-16 ફાઇટર જેટ્સ વસાવ્યા હતા. જેના જવાબ તરીકે ભારતે 1982માં 36 સિંગલ સીટર મિરાજ-2000 અને 4 ટ્વિન સીટર મિરાજ 2000નો પ્રથમ ઓર્ડર આપ્યો હતો. 1999ના કારગિલ યુદ્ધમાં મિરાજ-2000એ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને જેટ્સની સફળતા જોઈને કેન્દ્ર સરકારે 2004માં વધુ 10 મિરાજ-2000 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. પરિણામે કુલ મિરાજ-2000 વિમાનોની સંખ્યા 50 જેટ જેટલી થઈ ગઈ હતી.

આ પણ વાંચો - BJPની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં મેનકા અને વરૂણ ગાંધીને ના મળ્યું સ્થાન, જાણો કેમ?

મિકોયાન મિગ-21 (Mikoyan MiG-21)

મિકોયાન મિગ-21 વિશ્વનું પ્રથમ સુપરસોનિક વિમાન હતું. આ વિમાન દુનિયાના સૌથી જાણીતા ફાઇટર જેટ્સમાંનું એક છે. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મિગ 21એ મહત્વની ભૂમિકા ભજવી હતી. 60 વર્ષ દરમિયાન 60 દેશોની સેવા કર્યા બાદ મિગ 21 હજી પણ ભારત સહિત ઘણા દેશોમાં કાર્યરત છે. મિગ 21માં સિંગલ સીટર કોકપિટ છે અને તેની મહત્તમ ઝડપ 1300 કિમી પ્રતિ કલાકની છે. મિકોયાન-ગુરેવિચ ડિઝાઈન બ્યુરો દ્વારા તૈયાર થયેલા મિગ 21 લેવા માટે 1961માં ભારતે કરાર કર્યા હતા. ભારતે ત્યારથી અત્યાર સુધીમાં 250થી વધુ મિગ 21 વિમાનોના ખરીદ્યા છે. અત્યારે તો મિગ 21નો ઉપયોગ માત્ર ઇન્ટરસેપ્ટર્સ તરીકે કરવામાં આવી રહ્યો છે. વાયુસેના ટૂંક સમયમાં મિગ21ના સ્થાને તેજસ LCAને શામેલ કરશે.

સુખોઈ SU-30 એમકેઆઈ (Sukhoi Su-30MKI)

સુખોઈ સુ-30MKI ભારતીય વાયુસેનાનું સૌથી અદ્યતન ફાઇટર જેટ છે. તે હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. તેને ફ્લેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય વાયુસેનામાં પ્રથમ 30MKI 2002માં સામેલ કરવામાં આવ્યું હતું. અંદાજ મુજબ ભારતીય વાયુદળ પાસે 30MKI 290 ઓપરેશનલ યુનિટ છે. રશિયા સાથે લાઇસન્સ કરાર હેઠળ Su-30 MKIને HAL દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે. સુખોઈ સુ-30MKIની મહત્તમ ઝડપ 2120 કિમી પ્રતિ કલાકની છે અને મહત્તમ ટેકઓફ વજન 38,800 કિલો છે. જેટ રડાર, મિસાઇલ, બોમ્બ અને ઇવેન્ટ રોકેટ સહિતના વિવિધ ઉપકરણો લઈ જઈ શકે છે.

મિકોયાન મિગ-27 (Mikoyan MiG-27)

ભારતે રશિયા પાસેથી ઘણા વિમાન ખરીદ્યા છે. મિગ 27 પણ તે પૈકીનું એક છે. આ વિમાન પણ મિકોયાન-ગુરેવિચ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાઇસન્સ કરાર હેઠળ HAL દ્વારા બનાવાયું હતું. મિગ 27ને ભારતમાં 'બહાદુર' તરીકે ઓળખવામાં આવે છે. વાયુસેનાએ 2017માં છેલ્લી 27 ML સ્ક્વોડ્રનને નિવૃત કરી દીધી હતી. આ એક ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ ગણાય છે. ભારત સહિત ખૂબ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે.

સેપીસેટ જગુઆર (SEPECAT Jaguar)

સેપીસેટ જગુઆરને બ્રિટિશ રોયલ એરફોર્સ અને ફ્રેન્ચ એરફોર્સ દ્વારા સંયુક્ત રીતે બનાવાયું હતું. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં એવિઓનિક્સ સપોર્ટ આપીને જગુઆરના કાફલાને અપગ્રેડ કર્યો હતો અને હાલમાં માત્ર ભારતીય વાયુસેના જ અપગ્રેડ કરેલા જગુઆરનો ઉપયોગ કરી રહી છે. સેપીસેટ જગુઆર વિમાન શમશેર તરીકે ઓળખાય છે. હાલ તે વાયુદળના પ્રાઇમરી ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ તરીકે સેવા આપે છે. ભારતીય જગુઆર બ્રિટિશ રોયલ એરફોર્સના જગુઆરથી તદ્દન અલગ છે અને લાઇસન્સ કરાર હેઠળ HAL દ્વારા બનાવવામાં આવ્યું છે. જગુઆરની એકમાત્ર સમસ્યા એ છે કે, ભારે વજન સાથે વધુ ઉંચાઈ પર ઉડવામાં સમર્થ નથી.

મિકોયાન મિગ-29 (Mikoyan MiG-29)

સોવિયેત મિકોયાન-ગુરેવિચ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરાયેલ વધુ એક લડાકુ વિમાન એટલે કે, મિગ 29નો સમાવેશ પણ ભારતીય વાયુસેનામાં થયો છે. 1970ના દાયકામાં F-15 અને F-16 જેવા વિમાનોનો સામનો કરવા માટે રજૂ કરવામાં આવેલ મિગ 29ને બાઝ તરીકે ઓળખવામાં આવે છે. આ વિમાન અત્યાર સુધીનું સૌથી અદ્યતન મિગ-29 વેરિએન્ટ છે. મિગ-29ની 30થી વધુ દેશોમાં નિકાસ થાય છે. વિમાનની સૌથી વધુ ભારતે નિકાસ કરી છે. વાયુસેના હાલમાં અપગ્રેડ કરેલા મિગ-29 UPGનો ઉપયોગ કરે છે. ભારતીય વાયુસેના દ્વારા કારગિલ યુદ્ધમાં આ વિમાનનો મિગ-2000ને લેસર-ગાઇડેડ બોમ્બથી હુમલો કરવાના ટાર્ગેટ માટે એસ્કોર્ટ કરવા વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

HAL તેજસ LCA (HAL Tejas LCA)

ભારત ફાઈટર જેટ મામલે અન્ય દેશો પર જ નિર્ભર રહ્યું છે. રશિયા, ફ્રાન્સ અને બ્રિટન સહિતના દેશો સાથે કરાર કરી વિમાનો અહીં બનાવાયા છે. જોકે, હવે આપણે ફાઈટર જેટના નિર્માણ બાબતે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છીએ. 1980ના દાયકામાં HALએ જૂના મિગ-21ને બદલવા માટે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાને LACને તેજસ નામ આપ્યું હતું. ત્યારબાદ પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ફાઇટર એરક્રાફ્ટ તેજસને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વાયુસેનાએ શરૂઆતમાં 20 જેટનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ 2016માં પ્રથમ તેજસ સ્ક્વોડ્રનની રચના કરવામાં આવી હતી જેને ફ્લાઇંગ ડેગર્સ કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં વાયુસેનાએ 40 તેજસ Mk 1નો ઓર્ડર આપ્યો છે. જેમાં 32 સિંગલ સીટ એરક્રાફ્ટ અને આઠ ટ્વિન સીટ ટ્રેનર્સનો સમાવેશ થાય છે.
First published:

Tags: Indian air force day 2021, Rafale, ભારતીય વાયુસેના