બાલાકોટ પહેલા પણ પાક. વિરુદ્ધ કરી હતી એર સ્ટ્રાઇક : ભારતીય વાયુસેના

News18 Gujarati
Updated: June 24, 2019, 1:07 PM IST
બાલાકોટ પહેલા પણ પાક. વિરુદ્ધ કરી હતી એર સ્ટ્રાઇક : ભારતીય વાયુસેના
વાયુસેનાએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ સમયે પાક. સરહદની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી

વાયુસેનાએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ સમયે પાક. સરહદની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય વાયુસેનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સરહદની અંદર બાલાકોટમાં સ્થિત આતંકી કેમ્પ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પહેલા પણ વાયુસેના આવું કારનામું કરી ચૂકી છે. વાયુસેનાએ જણાવ્યું કે કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાન સરહદની અંદર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. વાયુસેનાના સેન્ટ્રલ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ રાજેશ કુમારે કહ્યું કે, વર્ષ 2002માં પણ એલઓસી ક્રોસ કરી પાક. અધિકૃત કાશ્મીરના કેલ સેક્ટરમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઇકમાં મિરાજ ફાઇટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કારગિલ યુદ્ધની 20મી વર્ષગાંઠ પર વાયુસેના અધિકારી રાજેશ કુમારે મધ્ય પ્રદેશ સ્થિત ગ્વાલિયરમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતાં જણાવ્યું કે વર્ષ 2002માં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં લેઝર ગાઇડેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એર સ્ટ્રાઇક 2 ઓગસ્ટ 2002ના રોજ કરવામાં આવી હતી. પીઓકેમાં એર સ્ટ્રાઇક દરમિયાન આતંકી ઠેકાણોને ઉડાવી દેવામાં આવ્યા હતા.

પહેલીવાર આપવામાં આવી જાણકારી

News18 Indiaના સંવાદદાતા સંદીપ બોલે જણાવ્યું કે આ પહેલા ક્યારેય આવા ઓપરેશન વિશે જણાવવામાં નથી આવ્યું. જોકે, સોમવારે જણાવવામાં આવ્યું કે ભારતીય વાયુસેનાએ 2 ઓગસ્ટ 2002ના રલજ પીઓકેમાં 3થી 4 કિમી અંદર જઇને એર સ્ટ્રાઇક કરી આતંકી ઠેકાણાઓને બરબાદ કર્યા. સંસદ પર હુમલા બાદ વર્ષ 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન આ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

આ પણ વાંચો, પાકિસ્તાનની આર્મી હોસ્પિટલમાં બ્લાસ્ટ, મસૂદ અઝહર ઘાયલ - રિપોર્ટ

મળતી માહિતી મુજબ, 29 જૂન 2002ના રોજ જાણવા મળ્યું કે પીઓકેની અંદર કેટલીક સંદિગ્ધ ગતિવિધિઓ થઈ રહી છે. ત્યારબાદ 1 જૂ‍ને વિસ્તારની રેકી કરવામાં આવી અને 2 જૂને ગાઇડેડ બોમ્બથી એર સ્ટ્રાઇક કરી. પ્લેનોએ ગ્વાલિયર બેઝથી ઉડાન ભરી હતી.નોંધનીય છે કે, સોમવારે કારગિલ વિજયના 20 વર્ષ પૂરા થયા છે. આ અવસરે મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરના મહારાજપુરા એરફોર્સ સ્ટેશન પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેના તરફથી વર્ષ 2002માં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકની જાણકારી આપવામાં આવી.

આ પણ વાંચો, મહારાષ્ટ્રના CM ફડણવીસે ન ચૂકવ્યું પાણીનું બિલ! BMCએ ઘરને જાહેર કર્યુ ડિફોલ્ટર
First published: June 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading