ભારતીય વાયુસેનાનું એક એએન-32 વિમાને સોમવારે આસામથી જોરહાટ એરબેસ પરથી ઉડાન ભરી હતી. પરંતુ તેને ઉડાન ભર્યાને હાલામં ત્રણ કલાક થઈ ગયા પરંતુ તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો.
આ પ્લેન અરૂણાચલ પ્રદેશના મેંચુકા એર ફિલ્ડ પરથી ગાયબ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાઉન્ડ સોર્સ સાથે તેમનો અંતિમ સંપર્ક લગભગ બપોરે 1 કલાકે થયો હતો. વિમાનમાં 13 લોકો સવાર હતા.
બતાવવામાં આવી રહ્યું છે કે, વાયુસેનાનું AN-32 વિમાન આસામાના જોરહાટથી અરૂણાચલ પ્રદેશ જવા માટે રવાના થયું હતું, ત્યારબાદ તે લાપતા થયું છે. વિમાન જોરહાટથી 12.25 પર ઉડી રહ્યું હતું, છેલ્લે એક વાગ્યેની સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદથી તે સંપર્ક વિહોણુ છે.
વાયુસેનાના સૂત્રો અનુસાર, વિમાનમાં આઠ ક્રૂમેમ્બર અને પાંચ યાત્રીઓ સવાર હતી. વિમાનને શોધવા માટે તમામ જરૂરી સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં વિમાન સાથે જોડાયેલી કોઈ જાણકારી સામે નથી આવી.
ત્રણ વર્ષ પહેલા પણ લાપતા થયું હતું AN-32 વિમાન 2016માં ચેન્નાઈથી પ્લોર્ટ બ્લેયર જઈ રહેલા AN-32 વિમાન લાપતા થયું હતું. તેમાં ભારતીય વાયુસેનાના 12 જવાન, 6 ક્રૂ-મેમ્બર. 1 નૌસૈનિક, 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હાજર હતા. આ વિમાનને શોધવા માટે સબમરીન, આઠ વિમાન અને 13 બોટો લગાવવામાં આવી હતી. આ વિમાન લાપતા થવાનું આજે પણ એક ગુથ્થી બની ગયું છે. આ વિમાનનો ના કાટમાળ મળ્યો કે, ના તેમાં સવાર યાત્રી મળ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર