રંજીતા ડડવાલ. કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave)ની વચ્ચે લોકો બાળકો (Children)ને લઈ ખૂબ ચિંતિત છે. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર (Covid Third Wave) વધુ ખતરનાક હશે, જેમાં બાળકો પણ સંક્રમિત થશે. આ દરમિયાન દેશના પીડિયાટ્રિક્સ એસોસિએશન ઈન્ડિયન અકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (Indian Academy of Pediatrics)એ કહ્યું છે કે હજુ સુધી 90 ટકા બાળકોમાં કોરોના સંક્રમણ હળવું કે એસિમ્ટોએામેટિક રહ્યું છે. એવું જરૂરી નથી કે કોરોનાના થર્ડ વેવ બાળકોને પ્રભાવિત કરશે જ.
IAPએ એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે હજુ સુધી ખૂબ ઓછી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બાળકોનું ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. પહેલા અને બીજા વેવના આંકડા મુજબ, ગંભીર રીતે સંક્રમિત બાળકોને પણ ICUની જરૂર નથી પડી. જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે નબળી ઇમ્યૂનિટીવાળા બાળકો સંક્રમિત થઈ શકે છે.
IAPએ કોરોનાના વધતા કેસોને જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે જ 2થી 5 વર્ષના બાળકોને માસ્ક પહેરવાની ટ્રેનિંગ આપવી જોઈએ. IAPએ કહ્યું છે કે વયસ્ક લોકોને કોવિડને લઈ ખાસ સાવધાની રાખવી પડશે. સ્કૂલોને સેફ્ટીની સાથે ફરી શરૂ કરવાને લઈ ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. IAPએ બાળકોના વડીલોને સલાહ આપી છે કે તેઓ બાળકોની માનસિક સ્થિતિ પર નજર રાખે. બાળકોનું વર્તન હિંસક ન હોવું જોઈએ.
IAPએ કહ્યું કે, હજુ સુધી એવી કોઈ દવા નથી આવી જે બાળકોને કોરોના સંક્રમિત થવાથી બચાવી શકે. હજુ માત્ર વયસ્કો માટે જ વેક્સીનેશન શરૂ થયું છે. બાળકોમાં તાવ કોરોનાથી આવ્યો છે કે બીજું કોઈ ઇન્ફેક્શન છે, તે જાણવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હાલના દિવસોમાં જો તાવ, ઉધરસ, શરદી થાય છે તો પરિવારમાં કોઈ બીજી વ્યક્તિને કોરોના થયો છે તો માનવામાં આવે છે કે બાળકો પણ સંક્રમિત થયા હશે.
ઈન્ડિયન અકેડમી ઓફ પીડિયાટ્રિક્સે જણાવ્યું કે, સામાન્ય રીતે બાળકોમાં કોરોનાના લક્ષણ શરદી, ઉધરસ, તાવ હતા, પરંતુ આ વખતે બીજા વેવમાં જોવા મળ્યું છે કે પેટમાં દુખાવો, લૂઝ મોશન પણ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. બાળકોનો કોરોના ટેસ્ટ ત્યારે કરાવવો જોઈએ, જ્યારે તાવ ત્રણ દિવસથી વધુ રહે, કે પછી ઘરમાં કોઈ સભય કોરોના પોઝિટિવ હોય. RTPCR કે RAT ટેસ્ટ જરૂરી છે. જો માતા અને બાળક બંને સંક્રમિત છે તો એવી સ્થિતિમાં બાળકોને માતાની સાથે જ રહેવા દેવું જોઈએ. જ્યાં સુધી માતા વધુ ગંભીર રીતે બીમાર ન હોય, ત્યાં સુધી તે બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર