ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદીનાં નોટબંધી બંધીના નિર્ણયથી દેશનાં અર્થતંત્ર પર એટલી ઘાતક અસર થઇ છે કે, લોકોને તેની કળ હજુય વળી નથી. એવુ કહેવાય છે કે, સમય જતા દુખ ભુલાઇ જાય છે પણ દુખદ વાત એ છે કે, નોટબંધીનાં કિસ્સામાં એવું નથી. નોટબંધીના ઘા એટલા ઉંડા પડ્યા છે કે તેના ગુમડાં અર્થતંત્રનાં શરીર પર ચોખ્ખા દેખાય છે. જેમ-જેમ સમય પસાર થાય છે, તેમ-તેમ તે વધુ દેખાય છે."
મનમોહન સિંઘે જણાવ્યું કે, નોટબંધીનો નિર્ણય અવિચારી પગલું હતુ. નોટબંધીએ દેશનાં અર્થતંત્રમાં તબાહી મચાવી દીધી. દેશનાં દરેક નાગરિકને તેની અસર થઇ. હું સરકારને વિનંતી કરું છું કે, માંદા પડેલા અર્થતંત્રને સાજુ કરે અને અર્થતંત્રને ચોક્કસ દિશા આપે અને તેને પુન:સ્થાપિત કરે. નોટબંધીના બે વર્ષે આપણને એ યાદ રહેવું જોઇએ કે. અવિચારી પગલું દેશને કઇ રીતે બરબાદ કરી નાંખે છે અને એ યાદ રહેવું જોઇએ કે, આર્થિક નીતિઓને જોઇ વિચારીને અમલમાં મુકવી જોઇએ.”
આ દરમિયાન કોંગ્રેસે એવી માંગણી કરી છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની નોટબંધીનાં નિર્ણય બદલ દેશની માંફી માંગે. કેમ કે, તેમનાં આ નિર્ણયને કારણે દેશનાં અર્થતંત્રને માઠી અસર પડી છે અને સામાન્ય માણસની જિંદગી મુશ્કેલ બની ગઇ છે. લોકો દુખિયારા બની ગયા છે.”
અર્થશાસ્ત્રી અને પૂર્વ નાણામંત્રી મનમોહન સિંઘે એમ પણ નોંધ્યુ કે, નોટબંધીને કારણે દેશનાં નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગો પર માઠી અસર પડી. આ નાના અને મધ્યમકદનાં ઉદ્યોગો જ દેશના અર્થતંત્રને મજબુત રાખતા હતા. આ ધંધાઓ હજુય નોટબંધીના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. બેઠા થઇ શક્યા નથી.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, નોટબંધીનાં કારણે રોજગારી પર ખરાબ અસર પડી અને અને હજુય નવી રોજગારીનું સર્જન થતું નથી. યુવાનો બેકાર છે. માર્કેટ વધુ અસ્થિર બન્યા છે. નોટબંધીની ખરાબ અસરો માર્કેટમાં હવે દેખાઇ રહી છે. બેંકો પાસે પૈસા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ટર માટે ભંડોળ નથી. હજુ નોટબંધીની ઘાતક અસર સમજી શક્યા નથી. આ સમયે, વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ, ભારતીય ચલણનું ધોવાણ વગેરે પરિબળોએ બળતામાં ઘી હોમ્યું છે.”
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર