આતંકીઓનું સપનું બનીને રહી જશે ડ્રોન હુમલો, જાણો ભારત કેવી રીતે કરી રહ્યું છે તૈયારી

પ્રતિકાત્મક તસવીર

ભારત-પાકિસ્તાન સરહદ પર સીઝફાયર (India-Pakistan Ceasefire) પછી ડ્રોનના (Drone)રૂપમમાં નવી મુશ્કેલી સામે આવવા લાગી છે

 • Share this:
  નવી દિલ્હી : ભારત-પાકિસ્તાન સરહદ પર સીઝફાયર (India-Pakistan Ceasefire) પછી ડ્રોનના (Drone)રૂપમમાં નવી મુશ્કેલી સામે આવવા લાગી છે. પાકિસ્તાન તેનો ઉપયોગ કરીને હથિયાર, પૈસા અને નશીલા પદાર્થ ભારતમાં મોકલવાનું કામ કરતું હવે આ ટેકનિકનો ઉપયોગ કરીને ભારતમાં પ્રથમ ડ્રોન હુમલો જમ્મુના એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ પ્રકારના હુમલા ઇસ્લામિક સ્ટેટ સીરિયામાં નોટો ફોર્સ પર કરતું રહ્યું છે. ક્કાડકોપ્ટરમાં ગ્રેનેડ બાંધીને તે તેને સૈનિકો પર ક્રેશ કરાવી દેતા હતા. હવે પાકિસ્તાન તે ટેકનિકનો ઉપયોગ કરીને ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવામાં લાગ્યું છે.

  ડ્રોનની આસાનીથી ઉપલબ્ધતાના કારણે સુરક્ષા એજન્સીઓને પહેલા જ કોઇ આસમાની આફતની આશંકા હતી. આ જ કારણે ભારત તરફથી એન્ટી ડ્રોન સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. DRDOએ ડ્રોન અને એન્ટી ડ્રોન બંને ટેકનિક પર ઘણા પહેલા જ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તેની તૈનાતી પણ મિલિટ્રી ઇંસ્ટાલેશનમાં કરવામાં આવી ચૂકી છે. પ્રથમ વખત ડીઆરડીઓના આ એન્ટ્રી ડ્રોનની જાણકારી સાર્વજનિક ત્યારે થઇ જ્યારે 74માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન લાલ કિલ્લા પર ડ્રોનના હુમલાની આશંકા જોતા એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી હતી. આ સિસ્ટમનું નામ લેઝર બેસ્ડ ડાયરેક્ટેડ એનર્જી વેપન હતું.

  આ વેપન કોઇ નાના મોટા ડ્રોનને લેઝર બીમ દ્વારા પાડી શકે છે. એક બીજી સિસ્ટમ છે જેના પર ડીઆરડીઓ સતત ટ્રાયલ કરી રહ્યું છે કે કેવી રીતે માઇક્રોવેવ દ્વારા ડ્રોન પાડવામાં આવે. તેને જેમિંગ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. નોંધનીય છે કે ડ્રોન કોઈના કોઇ કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા જ ઓપરેટ થાય છે અને તે કમ્યુનિકેશનને જામ કરવા પર ડ્રોન પોતાની રીતે જ નીચે આવી જાય છે.

  આ પણ વાંચો - T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં નહીં યૂએઇમાં થશે, બીસીસીઆઈએ કરી જાહેરાત

  સેનાની ત્રણેય પાંખમાં એન્ટી ડ્રોન સિસ્ટમ પર કામ ચાલુ

  સીડીએસ બિપિન રાવતે માન્યું કે ભવિષ્યમાં યુદ્ધ માટે પોતાને તૈયાર કરવા પડશે. જમ્મુમાં થયેલ ડ્રોન હુમલો ચિંતાજનક છે અને અમને આ વાતની આશંકા હતી. આ ધ્યાનમાં રાખીને ભારતે પણ પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. ડીઆરડીઓ પાસે આ ટેકનિક ઉપલબ્ધ છે. ડ્રોનના ખતરાને જોતા ભારતીય સેનાના ત્રણેય પાંખ તરફથી એન્ટી ડ્રોન ટેકનિક લેવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવી દીધી છે.

  સૂત્રોનું માનીએ તો ભારતીય સેના પણ નવી એન્ટી ડ્રોન સિસ્ટમને ખરીદવાની તૈયારીમાં છે. જોકે એર ડિફેન્સ સિસ્ટમની જવાબદારી ભારતીય વાયુસેના પાસે છે પણ ભારતીય સેનામાં પણ ઇનોવેશન અંતર્ગત ડ્રોન જેમિંગ સિસ્ટમ પર કામ થઇ રહ્યું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘણી ખાનગી કંપનીઓ પણ એન્ટી ડ્રોન સિસ્ટમ પર કામ કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: