Live મિટીંગમાં પત્ની પતિને કિસ કરવા લાગી, IPSએ લખ્યું કે, WFHના ખતરા, જુઓ Video

Live મિટીંગમાં પત્ની પતિને કિસ કરવા લાગી, IPSએ લખ્યું કે, WFHના ખતરા, જુઓ Video
વીડિયોમાંથી લીધેલી તસવીર

આ વીડિયોને તેમને 13 ફેબ્રુઆરીના રોજ શેર કર્યો હતો. જેને લોકો જોરદાર લાઇક કરી રહ્યા છે અને શેર પણ થઇ રહ્યો છે.

  • Share this:
    કોરોના વાયરસ(Coronavirus)ને કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી જ કામ (Work From Home) કરાવી રહ્યા છે. ઘણાં લોકોને આ સુવિધા ગમી રહી છે તો કેટલાક આનાથી કંટાળી રહ્યા છે. પરિવાર વચ્ચે ઓફિસનું કામ કરવું લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે વર્ક ફ્રોમ હોમનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ (viral video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક લાઇવ મિટીંગ ચાલી રહી છે અને ત્યારે જ તેની પત્ની પતિને કિસ કરવાનો પ્રયત્ન (Wife Try To Kiss Husband) કરી રહી છે. આઇપીએસ રુપિન શર્માએ (IPS Officer Rupin Sharma) આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

    આ વીડિયોમાં જોઇ શકાય છે કે, તે વ્યક્તિ લાઇવ મીટિંગમાં બેસીને પ્રેઝન્ટેશન આપી રહ્યો છે. ત્યારે જ તેની પત્ની પાછળથી આવે છે અને કિસ કરવાનો પ્રયાસ કરે છે. પછી તે વ્યક્તિ તેને પાછળ હટાવી દે છે, ગુસ્સે ભરાઇને કહે છે, 'હું ઓન એયર છું. આ શું બકવાસ છે?' પત્ની જોઈને હસવા લાગે છે. ત્યારબાદ પતિ મીટિંગમાં ફરીથી જોડાય છે.



    PM મોદીના સપનાનું મોટેરા સ્ટેડિયમ માત્ર સાડા ચાર વર્ષમાં જ થઇ ગયું તૈયાર



    આ વીડિયોને તેમને 13 ફેબ્રુઆરીના રોજ શેર કર્યો હતો. જેને લોકો જોરદાર લાઇક કરી રહ્યા છે અને શેર પણ થઇ રહ્યો છે. લોકોને આ વીડિયો ઘણો જ ગમી રહ્યો છે. આ વીડિયો જોઇને એક યૂઝરે લખ્યું કે, જ્યારે પણ વીડિયો કોન્ફરન્સ કરો તો રૂમ બંધ કરી લેજો, પરંતુ માનવું પડશે કે, વ્યક્તિની લાઇફ એકદમ લવિંગ છે.
    Published by:Kaushal Pancholi
    First published:February 18, 2021, 12:42 pm

    ટૉપ ન્યૂઝ