Home /News /national-international /ભારતની દીકરીઓએ રંગ રાખ્યો! મહિલા ક્રિકેટમાં સાતમી વખત જીત્યો એશિયાકપ

ભારતની દીકરીઓએ રંગ રાખ્યો! મહિલા ક્રિકેટમાં સાતમી વખત જીત્યો એશિયાકપ

મહિલા ક્રિકેટમાં ભારતે રચ્યો ઇતિહાસ

India Won Women's Cricket Asiacup: એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો શાનદાર વિજય થયો છે. આ સાથે ભારત આથમથી સાતમી વખત આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે.

    હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રેકોર્ડ 7મી વખત એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. આ ટુર્નામેંટની આઠમી સિઝન છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માત્ર એક જ વખત 2018માં નથી જીતી શકી. ત્યારે ટી-20 ટુર્નામેંટમાં ફાઈનલમાં બાંગ્લાદેશ સામે પરાજય મળ્યો હતો. શનિવારે રમાયેલ ટી-20 એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટે પરાજય આપ્યો હતો.



    શ્રીલંકન મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે માત્ર 65 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે માત્ર 8.3 ઓવર્સમાં 2 વિકેટે 65 રન બનાવી લીધા હતા. ભારતની લેફટી ઓપનર સ્મૃતિ માંધાના આજે પણ તેના આગવા ફોર્મમાં જોવા મળી હતી. સ્મૃતિ સતત સારું પ્રદર્શન કરતી આવી છે અને આજે પણ તેણે ફિફ્ટી મારીને ટીમને જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપ્યું હતું.



    આજની મેચની હીરો રેણુકા ઠાકુર 

    જો કે આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રેણુકા ઠાકુર બની હતી. તેણે પણ પોતાનું શાનદાર બોલિંગ ચાલુ રાખતા ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ત્રણ ઓવરમાંથી એક ઓવર મેડન નાખી હતી અને માત્ર પાંચ રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.

    હરમનપ્રીત એશિયાકપમાં સૌથી સફળ કેપ્ટન 

    હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારત ત્રીજી વખત એશિયાકપમાં ચેમ્પિયન બન્યું હતું. આ સાથે તેણે પૂર્વ કપ્તાન મિતાલી રાજની બરાબરી કરી હતી અને પુરુષ ક્રિકેટનાં પૂર્વ કેપ્ટન ધોનીને પણ પાછળ છોડયા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Asia Cup, Indian Women Cricket Team, Women Cricketers

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन