LIVE NOW

રાજપથ ખાતે આકાશી તાકાતનો નજારો, અપાચે અને ચિનૂકે ભરી ઉડાન

રાજપથ પર જોવા મળી દેશની તાકાત, રાષ્ટ્રપતિએ લીધી પરેડની સલામી

gujarati.news18.com | January 26, 2020, 11:36 AM IST
facebook Twitter Linkedin
Last Updated January 26, 2020
auto-refresh
Load More
નવી દિલ્હી : ભારતના 71મા પ્રજાસત્તાક દિવસના અવસરે આજે રાજપથ પર આયોજિત થનારા સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ, બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન થશે. ભારતના ગણતંત્રના રૂપમાં સ્થાપિત થવાની વર્ષગાંઠ પર આયોજિત 90 મિનિટના સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો મુખ્ય અતિથિ હશે.

ઉપગ્રહ ભેદી હથિયાર શક્તિ, આર્મીની યુદ્ધ ટેન્ક ભીષ્મ, ઇન્ફેંટ્રી યુદ્ધ વાહન અને હાલમાં જ ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવેલા ચિનૂક અને અપાચે યુદ્ધ હેલિકોપ્ટર ભવ્ય સૈન્ય પરેડનો હિસ્સો હશે. રાષ્ટ્રીય રાજધાનીને આકાશીય સુરક્ષા ઘેરામાં રાખવામાં આવી છે. તેની સાથે જ હજારો પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાન સતર્ક થઈને ચાંપતી નજર રાખશે. રાજપથ પર રાષ્ટ્રની બહુમૂલ્ય સાંસ્કૃતિક ધરોહર અને આર્થિક પ્રગતિને દર્શાવનારી 22 ઝાંખીઓમાંથી 16 ઝાંખીઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની હશે અને 6 વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની હશે.

રક્ષા મંત્રાલયે કહ્યું કે, સ્કૂલના બાળકો નૃત્ય અને સંગીતના માધ્યમથી યુગો જૂની યોગ પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ આપશે. પ્રજાસત્તાક દિવસ પરેડ સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટની સમીપ સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારક પર જઈને કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ પહેલીવાર હશે જ્યારે વડાપ્રધાન અમર જવાન જ્યોતને બદલે રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન તથા અન્ય ગણમાન્ય વ્યક્તિ રાજપથ પર પરેડનું અવલોકન કરવા માટે સલામી મંચ તરફ પ્રસ્થાન કરશે.

રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે જ શરૂ થશે પરેડ

પરંપરા મુજબ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યારબાદ 21 તોપોની સલામીની સાથે રાષ્ટ્રીગીતની ધૂન વગાડવામાં આવશે. પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પરેડની સલામી લેવાની સાથે થશે. પરેડની કમાન પરેડ કમાન્ડર દિલ્હી ક્ષેત્રના નજરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ અસિત મિસ્ત્રીના હાથોમાં હશે. દિલ્હી ક્ષેત્રના ચીફ ઑફ સ્ટાફ મેજર જનરલ આલોક કક્કડ પરેડના સેકન્ડ-ઇન-કમાન્ડ હશે.
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,202,728

     
  • Total Confirmed

    1,676,532

    +72,880
  • Cured/Discharged

    372,253

     
  • Total DEATHS

    101,551

    +5,859
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres