વેક્સીન મૈત્રી પર બ્રેક : હવે વિદેશમાં કોરોના વેક્સીન નહીં મોકલે ભારત, સ્થાનિક માંગને પ્રાધાન્ય

Corona Vaccine: ભારતે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની નિકાસ કામચલાઉ રીતે અટકાવી

Corona Vaccine: ભારતે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની નિકાસ કામચલાઉ રીતે અટકાવી

  • Share this:
નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત (India)એ એપ્રિલના અંત સુધી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી (Oxford AstraZeneca Vaccine) નિકાસ (Export) કરવા ઉપર રોક મૂકી દીધી છે. જેના પરિણામે 190 દેશોને થતી નિકાસ ઉપર અસર થશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની આગેવાની હેઠળની તમામ દેશોમાં રસી યોગ્ય રીતે આપવામાં આવે તેવું અભિયાન છેડાયું છે. ભારતની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India- SII))એ યુકે અને બ્રાઝિલ સહિતના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકા રસી આપવા પર રોક મૂકી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના વેક્સિનના 6 કરોડ ડોઝ આપ્યા છે. જેમાં મોટાભાગના ડોઝ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના છે.

આવો નિર્ણય લેવાની ફરજ કેમ પડી?

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે જે ખૂબ ચિંતાજનક સ્થિતિ છે. એક જ દિવસમાં 50 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા અને 275 લોકો મૃત્યુ પામ્યા છે. આગામી 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ થશે, જેથી રસીની વધુ જરુર પડશે.

ભારતની રસી વિશ્વ માટે જરૂરી

એપ્રિલ સુધી રસી પુરવઠો જળવાઈ રહે અને રસીનું પ્રમાણ જાળવવા ઓછામાં ઓછી એક વધારાની રસીને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી ધારણા છે. વિદેશ મંત્રાલયની વેબસાઇટમાં જાહેરાત મુજબ ગુરુવારથી રસીની નિકાસ ઉપર રોક લગાવાઈ છે.

આ પણ વાંચો, કોરોનાએ 5 મહિનાનો રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 53,476 લોકો સંક્રમિત, 251 દર્દીનાં મોત

રોઇટર્સ ન્યૂઝ એજન્સીને મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા મુજબ "વર્તમાન સમયે મોટાભાગની બાબતમાં પીછેહઠ કરી છે." "જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી રસીની નિકાસ ઉપર રોક યથાવત રહેશે."

કેમ આવું થયું?

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વર્તમાન સમયે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. ત્યારે યુકે, બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરોક્કોમાં માટેના એસ્ટ્રાઝેનેકા શિપમેન્ટને રોકી દેવાયા છે. ગત અઠવાડિયે બીબીસીએ આપેલા અહેવાલ મુજબ, એક મહિનામાં 50 લાખ ડોઝની ડિલિવરી કરાઈ છે.

આ પણ વાંચો, ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે ટી20 સીરીઝ! પાકિસ્તાની મીડિયાનો મોટો દાવો

SIIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિના કારણે ભારતમાં સરકારી રસીકરણ કાર્યક્રમની ઝડપ વધારવી પડશે. રસીની નિકાસ પર રોક લગાવાઈ છે. જેથી ઓછી અને મધ્યમ આવકવાળા દેશો માટે આ વર્ષે એક અબજ ડોઝનું ઉત્પાદન થશે.

થોડા સમય પહેલા એસઆઈઆઈએ બીબીસીને કહ્યું હતું કે, તેમનું લક્ષ્ય માર્ચ મહિનાથી રસીનું ઉત્પાદન 10 કરોડ ડોઝ સુધી લઈ જવાનું છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ કર્યો હતો અને કોરોનાની બીજી વેવના ભય વચ્ચે 4.7 કરોડ લોકોનું રસીકરણ થશે.
First published: