સાર્ક નિમંત્રણ: સુષ્માએ કહ્યું- પાકિસ્તાન પહેલા આતંક રોકે, પછી થશે વાત

News18 Gujarati
Updated: November 28, 2018, 1:53 PM IST
સાર્ક નિમંત્રણ: સુષ્માએ કહ્યું- પાકિસ્તાન પહેલા આતંક રોકે, પછી થશે વાત
સાર્ક માટે પીએમ મોદીને પાક દ્વારા આમંત્રણ પર સુષ્મા સ્વરાજે કહ્યું, આતંક અને મંત્રણા સાથે નહીં

સાર્ક માટે પીએમ મોદીને પાક દ્વારા આમંત્રણ પર સુષ્મા સ્વરાજે કહ્યું, આતંક અને મંત્રણા સાથે નહીં

  • Share this:
ભોપાલ: ભારતે પડોસી પાકિસ્તાનને ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત સાથેસાથે ન ચાલી શકે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પડોસી દેશના સાર્ક સંમેલનમાં ભારતને આમંત્રણ આપવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આતંક ન અટકે ત્યાં સુધી કોઈ વાતચીત ન થઈ શકે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે પીએમ મોદી સાર્ક સંમેલનમાં ભાગ પાકિસ્તાન નહીં જાય. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ આપવાની વાત કહી હતી. જ્યારથી પાકિસ્તાની પાસે સાર્ક અધ્યક્ષનું પદ છે, આ સંગઠનની કોઈ બેઠક નથી થઈ શકી.

વિદેશી મંત્રીએ બુધવારે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પડોસી સાથે  વાતચીત કેવી રીતે થઈ શકે. તેઓએ કહ્યું કે, આપણે પઠાણકોટ અને ઉરી હુમલાને પણ ધ્યાનમાં રાખવા પડશે. મંત્રણા અને આતંક સાથેસાથે ન ચાલી શકે.

સાર્ક સમિટ માટે પીએમ મોદીને પાકિસ્તાન દ્વારા આમંત્રણ પર સુષ્માએ કહ્યું કે, સાર્ક સંમેલન માટે તારીખ તમામ સભ્યોની સહમતિના આધારે નક્કી કરવામાં આવે છે. આ એક સામાન્ય પરંપરા છે. તારીખ નક્કી થયા બાદ જ સભ્ય દેશોને ઔપચારિક નિમંત્રણ મોકલવામાં આવે છે. બીજી તરફ, એક સિનિયર સરકારી અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કેપ, ભારત સાર્ક સંમેલનમં કોઈ વિશિષ્ટ અતિથિ નથી, જેના માટે પાકિસ્તાન ખાસ આમંત્રણ મોકલે. સાર્કનું ભારત અભિન્ન અંગ રહ્યું છે. તમામ સભ્યોની સહમતિના આધારે જ સાર્ક સંમેલનની તારીખ નક્કી કરવામાં આવે છે. જોકે, નિરાશાજનક બાબત છે કે આ વખતે આવું નથી થયું.

કરતારપુર કોરિડોરના સવાલ પર સુષ્માએ કહ્યું કે, સરકાર કોઈ પણ રહી હોય સૌએ કરતારપુર કોરિડોરની માંગ કરી હતી. અમે સૌ એવું ઈચ્છીએ છીએ. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત સરકાર કરતારપુર કોરિડોર ખોલવા માટે પાકિસ્તાનને આગ્રહ કરી રહ્યું હતું. હવે જઈને પાકિસ્તાને સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. તેનો અર્થ એમ નથી કે તેના કારણે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન આજે નનકાના સાહિબમાં કોરિડોરનું શિલાન્યાસ કરવાના છે.

આ પણ વાંચો, પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ લશ્કરનો આતંકી નવીદ જટ્ટ ઠાર મરાયો

નવજોતસિંહ સિદ્ધુના કરતારપુર સાહિબ પર આપવામાં આવેલા નિવેદન પર પૂછાતાં સુષ્માએ કહ્યું કે, આ કોઈ એક વ્યક્તિનો પ્રયાસ નથી. તે સરકારથી સરકાર સ્તર પર પ્રયાસ હતો. નિર્ણય સરકારના સ્તર પર થાય છે, વ્યક્તિગત રીતે નહીં. પંજાબના સીએમ અમરિંદરસિંહનું પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસમાં સામેલ ન થવાના નિર્ણય અને તેમના મંત્રી સિદ્ધુના પાકિસ્તાન જવાના નિર્ણય પર વિદેશી મંત્રીએ કહ્યું કે, તેની પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપવી જોઈએ. આખરે કેમ તેમના મંત્રી પાકિસ્તાન ગયા?
First published: November 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading