ચીનનો વિકાસ દર ઘટશે, ભારત બનશે સુપર પાવરઃ પૌલ ક્રૂગમેન

News18 Gujarati
Updated: March 17, 2018, 1:03 PM IST
ચીનનો વિકાસ દર ઘટશે, ભારત બનશે સુપર પાવરઃ પૌલ ક્રૂગમેન
રાઇઝિંગ ઇન્ડિયા સમિટ ખાતે પૌલ ક્રૂગમેન

  • Share this:
નેટવર્ક 18 જૂથ દ્વારા દિલ્હીમાં આયોજીત કરવામાં આવેલી 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'ને નોબલ એવોર્ડથી સન્માનિત પૌલ ક્રૂગમેને સંબોધન કર્યું હતું. પૌલે સંબોધનની શરૂઆત પોતાની ઓળખાણથી કરી હતી. પૌલે કહ્યું કે,'મને આશા છે કે તમને સ્પષ્ટ થયું હશે કે હું ભારતનો વિશેષજ્ઞ નથી. હું આજે વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરીશ. મેં જ્યારે 1970માં મારો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારું ફોકસ અર્થશાસ્ત્ર પર રહેશે. જેનાથી ગરીબ દેશ ઓછો ગરીબ બનશે. મેં એ ન કર્યું કારણ કે હું ડરપોક હતો. ત્યારની દુનિયા આજથી ઘણી અલગ હતી. અર્થવ્યવસ્થામાં બદલાવની શરૂવાત 1970થી થઈ હતી.'

1990 પછી બે ગણો વિકાસ થયો

80ના દશકામાં વિકાસની પેર્ટન બે રીતે બદલાઈ હતી. વૈશ્વિકરણને કારણે દુનિયાની વેપાર વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું. આમ તો દ્વિતિય વિશ્વયુદ્ધથી વેપાર બદલાઈ રહ્યો હતો પરંતુ 85 સુધી વિકાસ અસરદાર ન હતો. 1990 પછી પહેલાની તુલનામાં બે ગણો વિકાસ થયો. આઝાદીના 35 વર્ષ સુધી ભારતનો પૂરતો વિકાસ થયો ન હતો.

ક્રૂગમેનને કહ્યું હતું કે, સામાન્ય વેપાર એક એવા વેપારમાં બદલાઈ ગયો જેમા એક પ્રોડક્ટ દુનિયાના અનેક દેશોમાં બને છે. સ્માર્ટફોન તેનું એક ઉદાહરણ છે. આ ક્યાં બને છે? આ એક મુશ્કેલ સવાલ છે. મેમરી ચિપ કોરિયામાં બને છે. ડિસ્ક ડ્રાઈવ સિંગાપોરમાં અને ચીનમાં એસેમ્બલ કરવામાં આવે છે. પછી તેને મેડ ઇન ચાઈના કહેવું ખોટું ગણાશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી અમે દુનિયાના ખૂણે ખૂણાનો રેકોર્ડ રાખી શકીએ છીએ.'

ચીનનો વિકાસ દર ઘટશે

પૌલ ક્રૂગમેને ભારતના વિકાસની વાત કરતાં કહ્યું કે, 'ચીનની વર્કિંગ પોપ્યુલેશન પોતાની ચરમ પર પહોંચી ચુકી છે. હવે તે નીચે જશે. ચીનના વિકાસની ગતિ હવે ઓછી થશે. જ્યારે ભારતમાં આવું નહીં થાય. ભારતની વર્કિંગ પોપ્યુલેશન સતત વધી રહી છે અને આવતા વર્ષોમાં આ વધારે વધશે. જેની સીધી અસર ભારતના વિકાસમાં જોવા મળશે.'પૌલ ક્રૂગમેને કહ્યું, 'ભારત લાયસન્સ રાજ માટે ફેમસ હતું. જ્યાં બ્યૂરોક્રેટ્સને લઈને અનેક સમસ્યાઓ હતી. મને નથી લાગતું કે સરકારનો અર્થવ્યવસ્થા પર પૂરો કંટ્રોલ હોવો જોઈએ. ભારત બિઝનેસ કરવા માટે સરળ જગ્યા બની ગઈ છે. પીએમે કહ્યું કે ભારતની રેંકિંગ 148થી વધીને 100 થઈ ગઈ છે.'

ભારત વિકાસના 3 કારણ

ક્રૂગમેને ભારતના વિકાસના ત્રણ કારણો ગણાવ્યાં. તેમણે કહ્યું કે, 'પહેલું કારણ છે ભારતની જનસંખ્યા અને તેમની ક્વોલિફિકેશન. ભારતમાં માત્ર સ્માર્ટ લોકો નથી અહીં ક્રિએટિવીટી અને આત્રપ્રેન્યોર અને સાંસ્કૃતિક ભંડાર છે. ઈંગ્લિશની ફ્લૂઅન્સી મહત્વની છે. એ મહત્વનું છે કે તમારી પાસે વર્કિંગ વયના કેટલા લોકો છે. જાપાન પોતાની ડેમોગ્રાફીને કારણે સુપર પાવર ન બની શક્યું. ચીન સુપર પાવરની જેમ દેખાય રહ્યું છે પરંતુ વર્કિંગ એજ પોપ્યુલેશન પીક પર પહોંચી ગયો છે અને આ નીચે આવશે. જેનાથી વિકાસની સ્પીડ ઓછી થઈ ગઈ છે.'

ત્રીજુ કારણ જણાવતા ક્રૂગમેને કહ્યું કે, 'ભારતના રાઈઝથી પહેલા બધી સક્સેસ સ્ટોરી મેન્યુફેક્ચરિંગ પર આધારિત હતી. ભારતને વધારે મેન્યુફેક્ચરિંગ કરવાની જરૂર નથી પડી પરંતુ તેણે સર્વિસિસને ધણી એક્સપોર્ટ કરી. સર્વિસ ડિલીવરીની સંભાવના હવે શરૂ થઈ ગઈ છે.

ભારત સુપર પાવરઃ પૌલ

ભારત પર 200 વર્ષ શાસન કરનાર ગ્રેટ બ્રિટનથી ભારતના વિકાસની તુલના કરતાં પોલ ક્રૂગમેને કહ્યું કે, 'ગ્રેટ બ્રિટને જે 150 વર્ષોમાં મેળવ્યું છે તે ભારતે માત્ર 30 વર્ષોમાં પ્રાપ્ત કરી લીધું છે. આ વિકાસ અસાધારણ છે. આ એક મોટો દેશ છે. આને જાપાનને ઓવરટેક કરી લીધું છે. આ માત્ર યૂએસ અને ચીનની પાછળ છે અને કેટલાય યુરોપીય દેશથી આગળ છે. ભારત એક સુપર પાવર છે.'
First published: March 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading