Home /News /national-international /દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત, IMFના રિપોર્ટથી મોદી સરકારને રાહત
દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત, IMFના રિપોર્ટથી મોદી સરકારને રાહત
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત
INDIAN ECONOMY: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનાં અનુમાન મુજબ ભારત અમુક વર્ષોમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. જાણો શું છે આની પાછળનું કારણ
INDIAN ECONOMY: ભારત નાણાકીય વર્ષ 28 સુધીમાં જર્મની અને જાપાનને પાછળ છોડીને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ધ ઇકોનોમિક ટાઈમ્સની એક રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF ના ડેટાબેઝના હવાલે આ વાત કહેવામા આવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન આ બે સૌથી મોટી અર્થવ્યવસ્થા રહેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત દેશ યુકે ને પાછળ છોડીને સૌથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે.
એક જ દશકમાં કુલ વૈશ્વિક GDPમાં અડધોઅડધ હિસ્સેદારી
કેપિટલ ઇકોનોમિક્સની એક રિપોર્ટમાં એક બીજી મહત્વની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત જલ્દી જ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની શકે છે. જો કે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સિદ્ધિ ભારત 2023માં હાંસલ કરી શકે છે. ભારત ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે સૌથી આગળ હશે જેની આગલા એક જ દશકમાં કુલ વૈશ્વિક જીડીપીમાં અડધોઅડધ હિસ્સેદારી પણ હશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહામારી અને યુદ્ધના કારણે મોંઘવારીએ મોટાભાગે વિકસિત અર્થવ્યવસ્થાને ભારતની પાછળ ધકેલી દીધી છે.
જો કે એવું નથી કે વૈશ્વિક પરિસ્થિતીએ ભારતને અસર નથી કરી. કેટલીક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઑ અને મોનેટરી સંસ્થાઓએ ભારતનાં ગ્રોથ રેટને પહેલેથી ઘટાડી દીધો છે. તેમાં IMF ની હાલની અટકળો પણ સામેલ છે. તેમ છતાં ભારત આ વર્ષે અને આવતા વર્ષે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસથા બની રહેશે.
મોંઘવારી આસમાને નથી
રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે ભારતમાં મોંઘવારીએ આસમાને નથી પહોંચી ગઈ. ચાલુ ખાતાની ખાઈ ઊંડી છે પરંતુ આવનારા કેટલાક સમયમાં તેમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર