આર્મીની શક્તિ વધશે, બે વોરશિપ સહિત ખરીદી માટે 3000 કરોડ મંજૂર

આર્મીની શક્તિ વધશે, બે વોરશિપ સહિત ખરીદી માટે 3000 કરોડ મંજૂર

 • Share this:
  રક્ષા મંત્રાલયે શનિવારે નૌસેનાના બે સ્ટેલ્થ ફ્રિગેટ (રડારની નજરમાં ન આવનાર વોરશિપ) માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ અને સેનાના મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન માટે બખ્તરબંદ રિકવરી વાહન સહિત ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની સૈન્ય ખરીદીને મંજૂરી આપી છે. એક વિરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે.

  અહીં ક્લિક કરી વાંચો પ્રિયંકા-નિક બન્યા જીવનસાથી, મહેંદી સેરેમનીની તસવીરો આવી સામેઃ PICS  સેનાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે બંને ખરીદી માટે રક્ષા અધિગ્રહણ પરિષદે મંજૂરી આપી દીધી છે. જીએસી રક્ષા ખરીદને લઇને નિર્ણય લેનારી રક્ષા મંત્રાલયની મુખ્ય સંસ્થા છે. તેઓએ જણાવ્યું કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડીએસીએ અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયાના રક્ષા સાધનોની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે.

  ભારતના એક અરબ ડોલરની કિંમતના બે સ્ટેલ્થ ફ્રિગેટ ખરીદી રહ્યું છે અને બંને જહાજ સ્વદેશ નિર્મિત બ્રહ્મોસ મિસાઇલોથી લેસ હશે. અધિકારીએ જણાવ્યું કે દેશમાં નિર્મિત બ્રહ્મોસ મિસાઇલ એક પ્રમાણિક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે અને તેને આ જહાજો પર પ્રાથમિક હથિયાર તરીકે લગાવવામાં આવશે.

  અધિકારીએ જણાવ્યું કે ડીએસીએ ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન માટે બખ્તરબંદ રિકવરી વાહનની ખરીદી કરવાની મંજૂરી પણ આપી છે. એઆરવીની ડિઝાઇન અને વિકાસ ડીઆરડીઓએ કર્યું છે અને તેનું નિર્માણ રક્ષા ક્ષેત્રની સાર્વજનિક કંપની બીઇએમએલ કરશે.
  Published by:News18 Gujarati
  First published:December 01, 2018, 22:26 IST

  ટૉપ ન્યૂઝ