Home /News /national-international /

ફુડ પર્ચેસ પર યુએન ચીફ ગુટેરેસના ગ્લોબલ ક્રાઈસિસ રિસ્પોન્સ ગ્રુપના તારણોને ભારતે આવકાર્યા

ફુડ પર્ચેસ પર યુએન ચીફ ગુટેરેસના ગ્લોબલ ક્રાઈસિસ રિસ્પોન્સ ગ્રુપના તારણોને ભારતે આવકાર્યા

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ

World Food Programme - યુક્રેન અને રશિયા વિશ્વના બ્રેડબાસ્કેટમાં સામેલ છે અને વિશ્વના ઘઉં અને જવના લગભગ 30 ટકા, તેની મકાઈનો પાંચમો ભાગ અને તેના અડધાથી વધુ સૂર્યમુખી તેલ વિશ્વને આપે છે

ભારતે તાત્કાલિક અસરથી માનવતાવાદી સહાયતા માટે ફુડ એક્સપોર્ટ રિસ્ટ્રીક્શન (food export restrictions) અંતર્ગત વર્લ્ડ ફુડ પ્રોગ્રામ (World Food Programme) દ્વારા ખાદ્યપદાર્થોની ખરીદીમાં મુક્તિ આપવા માટે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ (UN Secretary-General Antonio Guterres)ના ગ્લોબલ ક્રાઇસિસ (Global Crisis)રિસ્પોન્સ ગ્રૂપની ભલામણને આવકારી છે. યુએન એમ્બેસેડરમાં ભારતના ડેપ્યુટી પરમેનેન્ટ રિપ્રેઝન્ટેટિવ આર રવિન્દ્રએ મંગળવારે યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ પર યુએનએસસીની બેઠકમાં જણાવ્યું હતું કે ભારતે ગયા અઠવાડિયે જારી કરાયેલા ગુટેરેસની ગ્લોબલ ક્રાઈસિસ રિસ્પોન્સ ગ્રુપ ટાસ્ક ટીમના પરિણામોની નોંધ લીધી છે.

રવિન્દ્રએ જણાવ્યું હતું કે ભારતે તાત્કાલિક અસરથી ફુડ એક્સપોર્ટ રિસ્ટ્રીક્શન માંથી માનવતાવાદી સહાય માટે વર્લ્ડ ફુડ પ્રોગ્રામ અંતર્ગત ફુડ પર્ચેસમાંથી મુક્તિ આપવાના વિચારને આવકારવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યુ હતું કે યુક્રેનમાં યુદ્ધ થ્રી- ડાયમેન્શન ક્રાઈસીસ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ખોરાક, એનર્જી અને ફાઇનાન્સ સામેલ છે. આ સ્થિતિ કોવિડ-19 અને ક્લાઈમેટ ચેન્જ પહેલાથી જ પીડિત વિશ્વની અર્થવ્યવસ્થા પર ભયજનક કેસ્કેડિંગ અસરો પેદા કરે છે. યુક્રેન અને રશિયા વિશ્વના બ્રેડબાસ્કેટમાં સામેલ છે અને વિશ્વના ઘઉં અને જવના લગભગ 30 ટકા, તેની મકાઈનો પાંચમો ભાગ અને તેના અડધાથી વધુ સૂર્યમુખી તેલ વિશ્વને આપે છે.

રશિયા વિશ્વનો ટોચનો કુદરતી ગેસ એક્સપોર્ટર છે અને બીજા ક્રમનો સૌથી મોટો ઓઈલ એક્સપોર્ટર પણ છે. પડોશી બેલારુસ અને રશિયા પણ વિશ્વના લગભગ પાંચમા ભાગના ખાતરોની નિકાસ કરે છે. ગુટેરેસે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘઉં અને મકાઈના ભાવ ખૂબ જ અસ્થિર છે, વર્ષની શરૂઆતથી તે 30 ટકા વધુ છે.

આ પણ વાંચો - હેપ્પીનેસનું લેવલ વધારવા પુષ્કળ પ્રમાણમાં ખાઓ ફળો અને શાકભાજી, સાથે જ કરો કસરત: અભ્યાસ

છેલ્લા એક વર્ષમાં તેલના ભાવમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે, જે પ્રવર્તમાન ટ્રેન્ડને વેગ આપે છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં કુદરતી ગેસના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. બજારોને ખુલ્લા રાખવા ઉપરાંત અને ખાદ્યપદાર્થોના નિકાસ પ્રતિબંધોને આધિન નથી તેની ખાતરી કરવા ઉપરાંત માનવતાવાદી ખાદ્ય સહાય માટેની તાત્કાલિક જરૂરિયાતની વિનંતી કરવામાં આવી છે.

ફુડ પ્રોડ્યુસર જેઓ હાયર ઇનપુટ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનો સામનો કરે છે, તેમને આગામી ગ્રોઈંગ સિઝન માટે તાત્કાલિક સપોર્ટની જરૂર છે. સરકારોને ટૂંકા ગાળામાં અનરિડી ક્રાઈસીસને હળવા કરવામાં મદદ કરવા વ્યૂહાત્મક ભંડાર અને વધારાના અનામતનો ઉપયોગ કરવા માટેની સલાહ પણ આપવામાં આવી છે.

આ સાથે જ મહત્વની બાબત એ છે કે, વિશ્વને કોલસા અને અન્ય તમામ અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર રીતે બહાર કાઢવા માટે રિન્યૂએબલ એનર્જીને વેગ આપવાની જરૂર છે, જે બજારની વધઘટથી પ્રભાવિત થતી નથી.
First published:

Tags: Food Crisis, ભારત

આગામી સમાચાર