Home /News /national-international /'સિરિયલ ઓફેન્ડર' પાકિસ્તાન : ભારતે ટેરર ફન્ડિંગ અંગે UN પ્રસ્તાવનું કર્યું સ્વાગત

'સિરિયલ ઓફેન્ડર' પાકિસ્તાન : ભારતે ટેરર ફન્ડિંગ અંગે UN પ્રસ્તાવનું કર્યું સ્વાગત

સૈયદ અકબરુદ્દીન (પીટીઆઈ તસવીર)

યૂએન ખાતે ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે વિશ્વ ગણ હવે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. હવે આપણે બધાએ મળીને આની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

નવી દિલ્હી : ટેરર ફન્ડિંગને ખતમ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ભારતે સ્વાગત કર્યું છે. યૂએન ખાતે ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યુ કે વિશ્વ ગણ હવે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. હવે આપણે બધાએ મળીને આની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

અકબરુદ્દીને કહ્યુ કે, આતંકીએ આ કાયદાઓનું ઉલ્લંઘન કરવા માટે બીજા સર્જનાત્મક રસ્તાઓ શોધી જ લેશે. પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે કહ્યુ કે, જે લોકો આતંકવાદીઓના હિતેચ્છુ છે તેઓ તેમની મદદ કરતા રહેશે. કેટલાક 'સિરિયલ ઓફેન્ડર્સ' પહેલા પણ આવું કરતા જ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત હંમેશા સંયુક્ત રાષ્ટ્રને સહકાર આપતું રહેશે.

પ્રસ્તાવ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. આ પ્રસ્તાવ પાસ થતાની સાથે જ ભારતના આતંકવાદને નાથવાના પ્રયાસોને બળ મળશે. આ અંગે સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાસ કરવામાં આવેલા પ્રસ્તાવ બાદ આતંકીઓને ફન્ડિંગ પર રોક લાગી શકશે.

આ પણ વાંચો : આતંકી મસૂદ અંગે અમેરિકા UNSCમાં નવો પ્રસ્તાવ લાવતા અકળાયું ચીન

તેમણે યૂએન રિઝોલ્યૂશન ફાઇનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)નો ઉલ્લેખ કરવામાં આવ્યાની પણ પ્રશંસા કરી હતી. એફએટીએફ 50થી વધારે દેશો ઉપર ટેરર ફન્ડિંગ વિરુદ્ધ કાયદો લાવવા માટે દબાણ કરી શકે છે.

એફએટીએફના અધ્યક્ષ માર્શલ બિલિગ્સલીએ આ પહેલા કહ્યુ હતુ કે હજુ 20 ટકાથી ઓછા દેશોએ જ ટેરર ફાયનાન્સ સાથે જોડાયેલા શકમંદો સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કરનાર કાયદાને યોગ્ય રીતે લાગૂ કર્યો છે. આગળ તેમણે કહ્યું , વિશ્વના દેશોએ એ વાતની ખાતરી આપવી પડશે કે આતંકીઓ અપહરણના બદલામાં ધનની માંગણી ન કરે. આજકાલ ટેરર ફન્ડિંગનો આ મોટો સ્ત્રોત બની ગયો છે.
First published:

Tags: Terror funding, UN, United nations, UNSC, પાકિસ્તાન

विज्ञापन