Home /News /national-international /

Weather news: હવામાન વિભાગની ચેતવણી, ગુજરાત સહિત આ રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડશે

Weather news: હવામાન વિભાગની ચેતવણી, ગુજરાત સહિત આ રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડશે

હવામાન વિભાગની આગાહી

Weather forecast news:પંજાબ, હરિયાણા, દિલ્હી (Delhi Weather News), ઉત્તરાખંડ (Uttarakhand Weather), મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન (Rajasthan Weather)અને ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં હવામાનની ગંભીર સ્થિતિ રહેશે.

    નવી દિલ્હીઃ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત (North India Weather)માં આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. જેના કારણે દિલ્હી (Delhi Weather) અને પંજાબમાં 'કોલ્ડ વેવ' જેવી સ્થિતિ ઉત્પન્ન થશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત (Gujarat IMD WEather Forecast) તથા મહારાષ્ટ્રનો કેટલોક ભાગ કોલ્ડ વેવ (Cold wave)માં આવી શકે છે.

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું હતું કે, પંજાબ, હરિયાણા, દિલ્હી (Delhi Weather News), ઉત્તરાખંડ (Uttarakhand Weather), મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન (Rajasthan Weather)અને ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં હવામાનની ગંભીર સ્થિતિ રહેશે. આ દિવસો દરમિયાન ઠંડીની સંભાવના છે અને ભારે ઠંડીની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

    આ રાજ્યોમાં શીત લહેરની ચેતવણી
    આગામી પાંચ દિવસોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અલગ-અલગ ભાગોમાં શીતલહેરની ભીષણ ઠંડી (Severe Cold Wave)ની સંભવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, સિક્કિમ, મેઘાલય અને ત્રિપુરાના ભાગોમાં ગાઢ અને અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.

    આઇએસડી અનુસાર એક ઠંડો દિવસ ત્યારે હોય છે જ્યારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછૂ હોય અને વધુમાં વધુ તાપમાન સામાન્યથી ઓથુ 4.5 ડિગ્રી સેલ્સિયસ હોય. જ્યારે અત્યંત ઠંડો દિવસ ત્યારે હોય છે જ્યારે વધુમાવધુ તાપમાન સામાન્યથી ઓછામાં ઓછૂ 6.5 ડિગ્રી ઓછુ હોય. ત્યાં જ શૂન્યથી 50 મીટર વચ્ચે દેખાય ત્યારે 'અત્યંત ગાઢ' ધુમ્મસ હોય છે. 51થી 200 મીટરની વચ્ચે 'ગાઢ' ઘૂમ્મસ અને 201 અને 500 મીટર વચ્ચે 'મધ્યમ' અને 501થી 1000 મીટરની વચ્ચે 'હળવું' ઘુમ્મસ માનવામાં આવે છે.

    જણાવી દઇએ કે, ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનોના કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યભરમાં કડકડતી ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 3 દિવસ સુધી ભારે ઠંડી પડી શકે છે. ત્યારે આજે અચાનક વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા નાગરિકો ધ્રૂજી ઊઠયા છે.

    આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

    એવામાં બનાસકાંઠાને (Banaskantha) અડીને આવેલા રાજસ્થાન (Rajasthan)ના હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu)માં તો તાપમાન ગગડીને -4 ડીગ્રી (-4 degree temperature)એ પહોંચી ગયુ છે, જેના કારણે અહિં આવેલા સહેલાણીઓ ઠરીને ઠીકરૂં બની ગયા હતા.

    આ પણ વાંચોઃ-Mahisagar: ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના મોત

    માઉન્ટ આબુમાં તાપમાનમાં અચાનક તાપમાનમાં થયેલા ફેરફારના કારણે અહિં પાણીના કુંડમાં બરફના થર જામી ગયા હત. સાથે જ બગીચાઓમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી. ત્યાં જ ગાડીઓના કાચ ઉપર બરફન થર જામી ગયા હતા. જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat winter, Gujarati news, Weather news

    આગામી સમાચાર