PM મોદી સાથે ચર્ચા બાદ બાઇડને કહ્યુ- ભારત અમારા માટે ઊભું હતું અને અમે તેના માટે ઊભા રહીશું

PM મોદી સાથે ચર્ચા બાદ બાઇડને કહ્યુ- ભારત અમારા માટે ઊભું હતું અને અમે તેના માટે ઊભા રહીશું
વ્હાઇટ હાઉસ તરફથી ભારતને ઓક્સિજન સપ્લાય, કોવિડ-19 વેક્સીનના કાચા માલની મદદ આપવાની તૈયારી દર્શાવી છે

વ્હાઇટ હાઉસ તરફથી ભારતને ઓક્સિજન સપ્લાય, કોવિડ-19 વેક્સીનના કાચા માલની મદદ આપવાની તૈયારી દર્શાવી છે

  • Share this:
    વોશિંગટન. ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમેરિકા (America)ના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ની વચ્ચે સોમવારે ચર્ચા થઈ. ફોન પર થયેલી વાતચીત બાદ બાઇડને કોરોના સંક્રમણ (Corona Pandemic)ના આ મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરવાની વાત કહી છે. તેઓએ કહ્યું કે જરૂરિયાતના સમયે ભારત અમેરિકા માટે હાજર હતું અને આ સંકટમાં અમેરિકા પણ તેની સાથે ઊભું રહેશે. આ ચર્ચા બાદ બાઇડન પ્રશાસન (Biden Administration)એ ભારતને કોવિડ-19 મહામારીની વિરુદ્ધ જંગમાં મદદ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.

    વ્હાઇટ હાઉસ તરફથી ભારતને ઓક્સિજન સપ્લાય, કોવિડ-19 વેક્સીનના કાચા માલની મદદ આપવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત અમેરિકા પીપીઇ કિટ્સ અને જરૂરી દવાઓ પણ પૂરી પાડશે. ફોન પર વાતચીત બાદ બાઇડને ટ્વીટ કર્યું કે, આજે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને કોવિડ-19ની વિરુદ્ધ જંગમાં ઇમરજન્સી સહાયતા અને સંસાધન પ્રદાન કરવા માટે અમેરિકાના પૂર્ણ સમર્થનનો વાયદો કર્યો. ભારત અમારા માટે ઊભું હતું અને અમે તેના માટે ઊભા રહીશું.



    આ પણ જુઓ, VIRAL: PPE કિટ પહેરીને વર-વધૂએ લીધા સાત ફેરા, તમે પણ જોઈ લો તસવીરો

    બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત પછી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, બંને દેશોમાં કોરોના વાયરસની ઉભરતી પરિસ્થિતિ પર અમે વિસ્તારથી ચર્ચા કરી. મેં રાષ્ટ્રપ્રમુખ બાઇડેનને અમેરિકા દ્વારા ભારતની મદદ કરવા પર આભાર વ્યક્ત કર્યો. અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ભારતને કોરોના વાયરસ વેક્સીન માટે કાચા માલ અને દવાની આપૂર્તિના મહત્ત્વને દોહરાવ્યું છે. ભારત અને અમેરિકી હેલ્થકેયરની પાર્ટનરશિપ કોરોના વાયરસની વૈશ્વિક પડકારને નિપટાવી શકે છે.

    નોંધનીય છે કે, બાઇડને અમેરિકાના 46 રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી અને તેમની વચ્ચે ફોન પર બીજી વાર વાત થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેની વચ્ચે લગભગ 45 મિનિટ વાતચીત ચાલી. ભારતના નિવેદન બાદ અમેરિકા ઓક્સિજન સંબંધી સપ્લાયને લઈને શક્યતાઓ તપાસી રહ્યું છે.

    આ પણ જુઓ, ટ્રેનની સામે દોડીને સ્વિચમેને બચાવી દીધો બાળકનો જીવ, જુઓ Video

    ભારતની મદદ માટે 24 કલાક કામ કરશે

    સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતે સોમવારે કહ્યું કે વોશિંગ્ટન કોવિડ-19ના કેસમાં ભયાવહ વુદ્ધિનો સામનો કરી રહેલા ભારતની મદદ માટે 24 કલાક કામ કરશે અને તે વેક્સીન માટે કાચી સામગ્રી, ઓક્સિજન ઉત્પાદન આપૂર્તિ અને ટિકાકરણ વિસ્તાર માટે વિત્તીય સહાયતા સહિત દરેક મદદ ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 27, 2021, 07:37 am

    ટૉપ ન્યૂઝ