Home /News /national-international /ચીનના સ્થાને વિશ્વનું ઉત્પાદન હબ બનવા ભારત માટે દિલ્હી ઘણું દૂર, જાણો કેવા છે પડકારો

ચીનના સ્થાને વિશ્વનું ઉત્પાદન હબ બનવા ભારત માટે દિલ્હી ઘણું દૂર, જાણો કેવા છે પડકારો

ચીનના સ્થાને વિશ્વનું ઉત્પાદન હબ બનવા ભારત માટે દિલ્હી ઘણું દૂર

થોડા વર્ષો પહેલાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ સપ્લાય ચેઇનને ચીનથી અન્ય સ્થળે ખસેડવા મૂકેલા ટેરિફ અને જીયો પોલિટિકલ ટેન્શન સહિતની બાબતો ડ્રેગનને પાછળ ધકેલવામાં મહદઅંશે કારગર નીવડી છે.

નવી દિલ્હી: ચીનની ઝીરો-કોવિડ પોલિસી તેની અર્થવ્યવસ્થાને ભારે પડી રહી છે. તેની ગ્લોબલ સપ્લાય ચેઇનને ફટકો પડ્યો છે. થોડા વર્ષો પહેલાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ સપ્લાય ચેઇનને ચીનથી અન્ય સ્થળે ખસેડવા મૂકેલા ટેરિફ અને જીયો પોલિટિકલ ટેન્શન સહિતની બાબતો ડ્રેગનને પાછળ ધકેલવામાં મહદઅંશે કારગર નીવડી છે.

તાજેતરનો દાખલો લઈએ તો ચીનની ઝીરો કોવિડ પોલિસીને કારણે એપલના ઉત્પાદનને અસર થઈ હતી. જેના કારણે તે ચીનનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરે છે. જેથી એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોનની ટોચની પસંદગી ભારત છે. અન્ય ચિપ ઉત્પાદકો પણ ભારત તરફ મીટ માંડી બેઠા છે.

આ પણ વાંચો: દિલ્હી એઈમ્સ પર સાયબર અટેક પાછળ ચીનનો હાથ, હેક થયેલા પાંચ સર્વરનો ડેટા પાછો મેળવ્યો - સૂત્ર

સપ્લાય ચેઇન રિસ્ક મેનેજમેન્ટ પ્લેટફોર્મ એવરસ્ટ્રીમના સીઇઓ જુલી ગેર્ડેમેનના મત મુજબ ભારત પાસે કામદારોનો મોટો વર્ગ છે, પ્રોડક્શનનો લાંબો ઇતિહાસ છે. તેમજ ઉદ્યોગ અને નિકાસને વેગ આપવા માટે સરકારી સમર્થન છે. આને કારણે ઘણી કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત અંગે વિચાર કરી રહી છે.

યુવા જનસંખ્યા ધરાવતા વિશાળ અર્થતંત્ર તરીકે ભારત ઉત્પાદનનું પાવરહાઉસ બનવાની સંભવિતતા ધરાવે છે. અલબત્ત, ભારત અમલદારશાહી માટે પણ કુખ્યાત છે, જે મુશ્કેલી ઊભી કરે છે. કંપનીઓ બિઝનેસ સરળતાથી કરી થઈ શકે તે માટે ભારતે ઘણું કરવાનું બાકી છે.

ચીનમાં પણ આવા મુદ્દાઓ છે, પરંતુ તે અમલવારી બાબતે ઝડપી છે. નવી પોલિસી અમલમાં મૂકવા તેની ક્ષમતા ભારત કરતા ઘણી વધારે છે, કારણ કે ભારત લોકશાહી છે અને અહીં બધાનું ધ્યાન રાખવું પડે છે.

આ પણ વાંચો: સરકારે અરુણાચલમાં રોડથી પુલ સુધીના ઘણા વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા, જેનાથી ચીનની ઊંઘ હરામ થઈ

ઇઝી ડુઇંગ બિઝનેસમાં ભારત પાછળ

2019માં વ્યવસાય કરવામાં સરળતાના બાબતે 190 દેશોની વર્લ્ડ બેંકની સૂચિમાં ભારત 63મા સ્થાને આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા સુધારા કર્યા પછી આ સ્થાન મળ્યું હતું. જોકે, ભારત આ બાબતે હજુ પણ ચીનથી પાછળ છે. ચીન 2019માં 31માં સ્થાને હતું.

ભારત સામે કેવા છે પડકાર?

ગેર્ડમેનના મત મુજબ, ચીન મોટા પાયે ઉત્પાદન કરે છે, જ્યારે ભારતમાં મોટાભાગની ફેક્ટરીઓ ફેડરલ નિયમો અને ખાસ કરીને MSE માટે રચાયેલ સુરક્ષાને કારણે નાની અને મધ્યમ કદની છે.

ચીને વેલ્યુ ચેઇન એટલી વિસ્તૃત રીતે ઊભી કરવામાં સફળતા મેળવી છે કે કોઈ પણ ઉત્પાદન બનાવવા માટે જરૂરી લગભગ બધું જ દેશમાંથી મેળવી શકાય છે. પરિણામે મોટા પાયા પર ઓછા ખર્ચે ઉત્પાદન થઈ શકે છે. પણ ભારત પાસે હજી સુધી આવી ક્ષમતા નથી. આવી ક્ષમતા વિકસાવવામાં વર્ષો લાગે છે.

કંપનીઓ કોઈ એક દેશ પર નિર્ભર રહેવા નથી માંગતી

ફોક્સકોન અને એપલ ઉપરાંત નાઇકી, ટોયોટા અને સેમસંગ ચીન પર નિર્ભરતાને કારણે લાંબા સમય સુધી સપ્લાય-ચેઇનની સમસ્યાઓનો સામનો કરી રહી છે. હવે તેઓ તેમના સોર્સિંગમાં વિવિધતા લાવવા માંગે છે અને ભારત - વિયેતનામ જેવા અન્ય દેશો પર નજર દોડાવી રહ્યા છે. જોકે, ભારતમાં તેમની સામે ઘણા પડકારો છે.
First published:

Tags: Business news, China India, India china border