ઉત્તરાખંડઃ ભારે વરસાદ બાદ ઉતરાખંડના પિથૌરાગઢમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાને કારણે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ડૅમ તૂટી ગયો. જેના કારણે શહેરમાં ઝડપી પ્રવાહ સાથે પાણી ફરી વળ્યા હતા. ઉત્તરાખંડના દરેક જિલ્લામાં અને વિસ્તારોમાં અફરાતફરી ફેલાઇ ગઇ છે. દુકાનોમાં પણ પાણી આવવાને કારણે લાખોનો સામનો તણાઇ ગયો છે.
ઋષિકેસ ગંગોત્રી હાઇવે બંધ
ઉત્તરાખંડના તિહરી જિલ્લાના અનેક વિસ્તારોમાં મુસળધાર વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઋષિકેસ ગંગોત્રી હાઇવે કુંઝાપુરી મંદિરની પાસે બંધ કરવામાં આવ્યો છે. હાઇવે પર કાટમાળને દૂર કરવા માટે રાહતકામગિરી શરૂ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે મુસાફરની સંખ્યામાં ઘટાડો
ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં મુસાફરોનો ઘટાડો થયો છે. ભૂસ્ખલનના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. નદીઓનું સ્તર સતત વધી રહ્યુ છે. તેજ પ્રવાણને કારણે બોટ પણ પરત ફરી રહી છે.
રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા
રાજપાલ એન.એન. વિહોરાએ રાજ્યમાં ખરાબ પરિસ્થિતિને કારણે તે સ્થળની મુલાકાત કરી હતી. અને તેમણે કન્ટ્રોલ રુમનો સંપર્ક કરી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ખરાબ હવામાનને કારણે શનિવારે અમરનાથ યાત્રાને રોકવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વરસાદના આગમન બાદ દેહરદૂનમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. આઠ જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર