ભારતમાં 6 અમેરિકન ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભારત-US તૈયાર

News18 Gujarati
Updated: March 14, 2019, 8:40 AM IST
ભારતમાં 6 અમેરિકન ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભારત-US તૈયાર
મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ભારત અને અમેરિકાના અધિકારીઓએ વોશિંગ્ટન ખાતે બે દિવસ સુધી વાર્તાલાપ કર્યો હતો, જે બાદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

  • Share this:
વોશિંગ્ટન : ભારત અને અમેરિકા બુધવારે સુરક્ષા ક્ષેત્રે અને ન્યૂક્લિયર ક્ષેત્રે સહકાર વધારવા પર સહમત થયા છે. એટલું જ નહીં આ દિશામાં આગળ વધતા ભારતમાં છ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. બંને દેશ તરફથી સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. ભારત અને અમેરિકાના અધિકારીઓએ વોશિંગ્ટન ખાતે બે દિવસ સુધી વાર્તાલાપ કર્યો હતો, જે બાદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં ભારત તરફથી વિદેશ સચિવ વિજય ગોખલેએ ભાગ લીધો હતો. અમેરિકા તરફથી ધ યુએસ એન્ડરસેક્રેટરી ઓફ સ્ટેટ ફોર આર્મસ કંટ્રોલ એન્ડ ઇન્ટરનલ સિક્યોરિટીના અન્ડ્રિયા થોમ્પસન વાર્તાલાપમાં જોડાયા હતા.

બેઠક દરમિયાન અમેરિકાએ એવી ઈચ્છા વ્યક્તિ કરી છે કે દુનિયામાં સૌથી વધારે ઓઇલની ખરીદી કરતા ત્રીજા નંબરના દેશ ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ વધારેમાં એનર્જી પ્રોડક્ટ વેચવા માંગે છે.

બંને દેશ તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બંને દેશ પરસ્પર સુરક્ષા અને સિવિલ ન્યૂક્લિયર સહકાર વધારવા માટે તૈયાર થયા છે. ભારતમાં છ યુ.એસ. ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે પણ બંને દેશ તૈયાર થયા છે." જોકે, સંયુક્ત નિવેદનમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ અંગે વધારે માહિતી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે બંને દેશ વચ્ચે અમેરિકા ભારતને ન્યૂક્લિયર રિએક્ટરનું સપ્લાય કરે તે દિશામાં એક દશકાથી વાતચીત કરી રહ્યા હતા. જોકે, દુર્ઘટનાના કેસમાં ઓપરેટર કે પછી પ્લાન્ટ બનાવનારમાંથી કોણ જવાબદાર હશે તેવા વિવાદમાં આ વાત અત્યાર સુધી લટકતી રહી છે.

ભારત વર્ષ 2024 સુધી તેની ન્યૂક્લિયર ક્ષમતાને ત્રણ ગણી કરવા માંગે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારતે રશિયા સાથે પણ છ ન્યૂક્લિયર રિએક્ટર બનાવવા માટે કરાર કર્યા છે.
First published: March 14, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading