India-US 2+2 Dialogue LIVE Updates: ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે સૈન્ય સહયોગને લઈ મોટો કરાર થયો છે. હૈદરાબાદ હાઉસમાં ચાલી રહેલી ટૂ પ્લસ ટૂ મીટિંગ (2+2 Dialogue)માં ભારત અને અમેરિકાની વચ્ચે બેસિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ એટલે કે BECA પર કરાર પૂરા થઈ ગયા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, રક્ષા મંત્રી માર્ક એસ્પર અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકરે આ એગ્રીમેન્ટ પર સહી કરી. આ ડીલથી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમાં કોઈ પણ વિસ્તારના ચોક્કસ ભૌગોલિક લોકેશન હોય છે. આ સમજૂતીથી ભારતની સૈન્ય તાકાત મજબૂત થશે.
ડીલ બાદ અમેરિકાના વિદેશ મંત્રી માઇકલ પોમ્પિયોએ કહ્યું કે આજે બે મહાન લોકતંત્રોનું વધુ નજીક આવવાનો શાનદાર પ્રસંગ છે. આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને વધારવા માટે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી દેશની સુરક્ષા અને સ્વતંત્રતા સામેના ખતરાનો સામનો કરવા માટે આજે અમે ચર્ચા કરવા માટે ઘણું બધું કરી રહ્યા છીએ. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, છેલ્લા બે દશકમાં આપણા દ્વિપક્ષીય સંબંધો સતત મજબૂત થયા છવે. એવા સમયમાં જ્યારે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને કાયમ રાખવી વિશેષ રીતે અગત્યની છે. એક સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારોની વાત કરીએ તો આપણે એક વાસ્તવિક અંતર બની શકે છે.
We've strengthened our defence & security partnership especially over past year during which we advanced our regional security & information sharing. Our cooperation meets the challenges of the day & principles of a free and open Indo-Pacific: US Secretary of Defence Mark Esper https://t.co/Vde6vKuCOlpic.twitter.com/hX6K7XeF2I
બેસિક એક્સચેન્જ એન્ડ કોર્પોરેશન એગ્રીમેન્ટ (BECA)થી ભારત મિસાઇલ હુમલા માટે વિશેષ અમેરિકન ડેટાનો ઉપયોગ કરી શકશે. તેમાં કોઈ પણ ક્ષેત્રના ચોક્કસ ભૌગોલિક લોકેશન હોય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર