શહેરોમાં ફેલાયેલો Corona વાયરસ હવે ગામ માટે બન્યું મોટુ સંકટ, 7 રાજ્યોના આંકડા ખતરનાક સંકેત

શહેરોમાં ફેલાયેલો Corona વાયરસ હવે ગામ માટે બન્યું મોટુ સંકટ, 7 રાજ્યોના આંકડા ખતરનાક સંકેત
પ્રવાસી મજદૂર શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારમાં પહોંચતા કોરોના વાયરસના કેસ વધી ગયા છે

કુલકર્ણીએ કહ્યું કે, 2મે બાદ અમને જે પણ પોઝિટિવ કેસ મળ્યા છે, તેમાંથી લગભગ 90 ટકા પ્રવાસી શ્રમિક છે.

 • Share this:
  નવી દિલ્હી : વૈશ્વિક અર્થવ્યવસ્થાની કમર તોડી ચુકેલો કોરોના વાયરસ ભારતીય ગ્રામિણ વિસ્તાર માટે ગંભીર સંકટ બનવાનું છે. કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશના વિભિન્ન વિસ્તારમાં લોકો ગ્રામીણ વિસ્તારમાં પાછા ફરી રહ્યા છે, જેના કારણે ત્યાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

  ભારતના 7 રાજ્યોમાંથી ભેગા કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આવું એટલા માટે બની રહ્યું છે કેમ કે, મોટા શહેરો અને ઔદ્યોગિક કેન્દ્રોથી વતન ગયેલા લાખો પ્રવાસી શ્રમિક વાયરસ સાથે ઘરે પહોંચી રહ્યા છે.  સ્વાસ્થ્ય અધિકારીઓ માટે પડકાર

  રોયટર્સ અનુસાર, અધિકારીઓનું કેહવું છે કે, દેશના વિભિન્ન શહેરોમાં અત્યાર સુધી કોરોનાનું ટેસ્ટિંગ કરવું જ એક મુશ્કેલ કામ હતું, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં તો આ તેનાથી પણ વધારે મુશેકેલી ભર્યું હશે. તમને જણાવી દઈએ કે, પૂરા દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 2 લાખથી વધારે મામલા સામે આવી ચુક્યા છે.

  કયા રાજ્યોમાં છે વધારે કોવિડ-19નો ખતરો

  ભારતના વિભિન્ન રાજ્યોમાંથી ભેગા કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશના જે રાજ્યોના ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસનો ખતરો વધારે છે, તેમાં હિમાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને આસામ સામેલ છે.

  મોટાભાગના પ્રવાસી સંક્રમિત

  બિહારના પૂર્વ ભાગમાં 1 જૂન સુધી નોંધાયેલા સત્તાવાર આંકડાથી સામે આવ્યું કે, અત્યાર સુધી 3,872 કોરોના વાયરસના કેસમાં 2743 પ્રવાસી શ્રમિકો સાથે જોડાયેલા હતા. આ તમામ 3 મેના રોજ પોતાના ઘરે (વતન) આવ્યા હતા. બિહારના જે મજદૂરોમાં કોરોના સંક્રમણની પુષ્ટી થઈ છે, તેમાંથી મોટાભાગના દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતથી વતન આવ્યા છે.

  તો આ મામલે વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારી નિતિન મદન કુલકર્ણાનું કહેવું છે કે, ભારતના પશ્ચિમી વિસ્તારથી આવેલા શ્રમિકોના કારણે ઝારખંડ અને બીહારની સીમાઓ પર વસેલા ગરીબ વિસ્તારમાં કોરોના સંક્રણનો ખતરો વધ્યો છે. કુલકર્ણીએ કહ્યું કે, 2મે બાદ અમને જે પણ પોઝિટિવ કેસ મળ્યા છે, તેમાંથી લગભગ 90 ટકા પ્રવાસી શ્રમિક છે.

  પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવી પડશે સારવાર

  પૂરા ભારતમાં એક તૃતિયાંસ કોરોના વાયરસના મામલા મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 75 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્રના ગ્રામિણ પશ્ચિમી જિલ્લાના એક અધિકારીએ કહ્યું કે, 'જો આ પ્રકારની ગતિથી કેસ આગામી કેટલાક અઠવાડીયા સુધી ચાલુ રહેશે તો, આપણી પાસે પ્રાઈવેટ હોસ્પિટલો પર નિયંત્રણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય'.
  Published by:News18 Gujarati
  First published:June 04, 2020, 22:35 pm

  ટૉપ ન્યૂઝ