Home /News /national-international /

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની વધારી રેન્જ, હવે 800 કિમી દૂર સુધી દુશ્મનનાં ઠેકાણા કરી શકશે નેસ્તનાબૂદ

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની વધારી રેન્જ, હવે 800 કિમી દૂર સુધી દુશ્મનનાં ઠેકાણા કરી શકશે નેસ્તનાબૂદ

ભારત બ્રહ્મોસ મિસાઇલોને અપગ્રેડ કરવા માટે સતત કામ કરી રહી છે (File Photo)

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Brahmos supersonic cruise missile)ની રેન્જ પહેલાં 300 કિમી હતી. જે હાલમાં વધીને 500 કિમી કવરામાં આવી છે. એવું માત્ર સોફ્ટવેરને અપગ્રેડ કરવાથી સંભવ થઇ ગયુ છે. હવે આ મિસાઇલની ક્ષમતા 800 કિમી સુધીની દૂરી સફળતાથી માપી શકે છે. લડાકૂ વિમાનો દ્વારા તેને ઘણી ઉંચાઇથી પણ દૂર સુધી નિશાનો લગાવી શકાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતની બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ ભૂલથી પાકિસ્તાન (Pakistan)નાં વિસ્તારમાં જઇને પડી જે બાદ વિવાદોની વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (brahmos supersonic cruise missile)ની તાકાત વધારવાં જઇ રહ્યો છે.આ મિસાઇલ હવે 800 કિમી સુધી દૂર દુશ્મનનાં ઠેકાણાને નેસ્તનાબૂદ કરી શકે છે. પહેલાં તેની રેન્જ 300 કિમી હતી. જે વધારીને 500 કિમી કરી દેવામાં આવી છે. પણ હવે તે વધુ દૂર સુધી નિશાન સાધી શકશે. આ મિસાઇળને સુખોઇ 30 એમકેઆઇ (Su-30MKI) લડાકૂ વિમાનો પર ફિટ કરવામાં આવી છે.

    સમાચાર એજન્સી ANIનાં સૂત્રો મુજબ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની રેન્જને હાલમાં વધારીને 500 કિમી સુધી કરવામાં સફળતા મળી હતી. આવું માત્ર સોફ્ટવેરને અપગ્રેડ કરવાથી સંભવ થઇ ગયુ છએ. હવે આ મિસાઇલની ક્ષમતા 800 કિમી સુધીની દૂરી સફળતાથી માપી શકે છે. લડાકૂ વિમાનો દ્વારા તેને ઘણી ઉંચાઇથી પણ દૂર સુધી નિશાનો લગાવી શકાય છે. ભારતીય વાયુસેનાએ તેમનાં 40 સુખોઇ વિમાનો પર બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ લગાવી છે. આ મિસાઇલ વધુ ઘાતક અને વધુ દૂર સુધી દુશ્મનને નુક્શાન કરી શકે છે. સુખોઇ વિમાને પહેલાં તમિલનાડુનાં તંજાવુર એરબેઝ પર રાખવામાં આવતી હતી. પણ ચીન સાથે લદ્દાખમાં ઘર્ષણ બાદ તેને ઉત્તરીય સીમા પર ખડકી દેવામાં આવી છે.

    આ પણ વાંચો-Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રથમ વખત પત્રકારને રશિયન સૈનિકોએ ગોળી મારી હત્યા કરી

    અપગ્રેડેશન માટે સતત કામ કરી રહ્યું છું ભારત- ભારત બ્રહ્મોસ મિસાઇલનાં અપગ્રેડેશન પર સતત કામ ચાલુ છે. બ્રહ્મોસનાં નેવી વેરિએન્ટ (Brahmos navy variant)ની ક્ષમતા વધારી 350-400 કિમીની કરવામાં આવી ચૂકી છે. શનિવારે 5 માર્ચનાં INS યુદ્ધ પોતથી આ મિસાઇલનું સફળ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મિસાઇલે તેનાં ઠેકાણા પર સટીક વાર કર્યો હતો. બ્રહ્મોસ મિસાલને રશિયાનાં સહયોગથી વિક્સિત કરવામાં આવી છે. તે અવાજની ગતિથી ત્રણ ગણી સ્પિડથી એટલે કે 2.8 મૈકની ગતીથી ઉડે છે. તે રડારને પણ ચકમો આપી શકે છે. પહેલાં આ રેન્જ 290 કિમી હતી જેને વધારી 350-400 કરવામાં આવી હતી. હવે તેની રેન્જ 800 કિમી સુધી વધે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનાં એર વર્ઝનને ગત વર્ષે 8 ડિસેમ્બરનાં સખોઇ 30 એમમકે આથી સફળ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. હવે તેને બીજા લડાકુ વિમાન પર પણ તૈનાત કરવાની યોજના છે.

    હાલમાં જ એક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ હરિયાણાનાં સિરસાથી ઉડી પાકિસ્તાન (Pakistan)માં 129 કિમી અંદર મિયાં ચન્નૂમાં જઇને પડી હતી. સિરસા અને મિયા ચન્નૂ વચ્ચેની દૂરી 277 કિમી છે. પાકિસ્તાનને તેનાં પર આપત્તિ જતાવી છે. જોકે તે વાત પણ તેમને માની છે કે, આ મિસાઇલ હથિયારો લાદેલી ન હતી. ભારતે આ ઘટના પર ખેદ વ્યક્ત કરતાં આ કેસની ઉચ્ચસ્તરીય તપાસ સમિતી બેસાડી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Brahmos, Brahmos Supersonic Missile, Cruise Missile

    આગામી સમાચાર