Home /News /national-international /

દેશમાં 39.4 કરોડ લોકોની નોકરીઓ અસુરક્ષિત, બેરોજગારીનો દર 3.5%

દેશમાં 39.4 કરોડ લોકોની નોકરીઓ અસુરક્ષિત, બેરોજગારીનો દર 3.5%

    ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(ILO)ના પૂર્વાનુમાન પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર 2018માં 3.5 ટકા પર પહોંચ્યો છે. જ્યારે ચીનનો 4.7થી વધીને 4.8 ટકાનો થયો છે. પરંતુ, ચિંતાની વાત એ છે કે, દેશમાં 77 ટકા નોકરીઓ અનિશ્ચિત રહેલી છે. જ્યારે ચીનમાં માત્ર 33 ટકા નોકરીઓ અસુરક્ષિત છે.

    ILOના રિપોર્ટ અનુસાર ધ વર્લ્ડ એમ્પલોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ 2018ના અહેવાલમાં દર્શાવ્યું છે કે, એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં આશરે 5.5 ટકા આર્થિક વિકાસ યથાવત્ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા દક્ષિણ એશિયામાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવામાં યોગદાન આપે છે. વર્ષ 2018ના અંત સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકાથી વધવાનું અનુમાન છે. ઈન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ભારતમાં 39.4 કરોડ લોકોની નોકરી સુરક્ષિત નથી. એશિયાના દેશમાં વધતી જતી ગરીબી અને શિક્ષણનો નીચો દર પણ આ માટે જવાબદાર છે. જોકે, આ સરવેમાં જે લોકો હંગામી ધોરણે નોકરી કરતા હતા તેને પણ આવરી લેવામાં આવ્યા છે.

    વર્ષ 2017માં ભારતનો વિકાસદર 6.7 ટકા રહ્યો હતો. રિપોર્ટ અનુસાર છેલ્લા બે દાયકામાં સર્વિસ સેક્ટરમાં ખાસ કરીને ભારતમાં સારી એવી રોજગારીનું સર્જન થયું છે. જોકે, ચિંતાની વાત એ છે કે, રોજગારીના મામલે અસંગઠિત ક્ષેત્ર અને હંગામી નોકરીઓનો દબદબો રહ્યો છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, કમ્બોડિયા અને નેપાળમાં અસંગઠિત ક્ષેત્રમાં આશરે 90 ટકા રોજગારી રહી છે. જેના માટે કૃષિમાં રોજગારી વધી એ મુખ્ય કારણ છે. આ દેશમાં ખેતીની સાથોસાથ બાંધકામ, હોલસેલ વ્યાપાર અને રિટેલ ટ્રેન્ડમાં મોટાભાગે અસુરક્ષિત રોજગાર જોવા મળે છે.અસંગઠિત ક્ષેત્રમાં રોજગારને કારણે ભારતમાં હંગામી નોકરીઓ અથવા નોકરીઓની અનિશ્ચિતતાની ટકાવારી વધી છે. વર્ષ 2017 અને 2019 સુધી 77 ટકા રોજગારીઓ માથે અનિશ્ચિતતાનું જોખમ તોળવવાનો અંદાજ સ્પષ્ટ કરાયો છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: India unemployment

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन