બીજિંગ : ભારત-ચીન (India-China Border Dispute)ના સૈનિકો વચ્ચે લદાખના ગલવાન ઘાટીમાં થયેલા સૈન્ય સંઘર્ષ પછી બંને દેશો વચ્ચે તણાવ બનેલો છે. આ દરમિયાન ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે (Global Times Survey) બંને દેશો વચ્ચે સંબંધોને લઈને સર્વે કરાયો છે. આ સર્વેમાં ચીનના 51 ટકા લોકોએ મોદી સરકારની (Narendra Modi)પ્રશંસા કરી છે.આ સર્વેમાં સામે આવ્યું છે કે ચીનના લોકો પોતાની નેતાઓની કેટલીક નીતિયો પ્રત્યે ખુશ નથી.
ગ્લોબલ ટાઇમ્સના સર્વેક્ષણમાં 70 ટકા ચીની લોકોએ કહ્યું કે ભારતમાં ચીન વિરોધી વિચાર ઘણા વધારે છે. જોકે 30 ટકા લોકોએ કહ્યું કે તેમને લાગે છે કે આવનાર સમયમાં બંને દેશો વચ્ચે સંબંધો સુધરશે. આ સર્વેમાં ચીનના લોકોએ રશિયા, જાપાન અને પાકિસ્તાન પછી ભારતને મનપસંદ દેશ ગણાવ્યો છે. જોકે સર્વેમાં સામેલ 90 ટકા લોકો ભારત સામે સૈન્ય કાર્યવાહીથી સહમત છે. લગભગ 50 ટકા ચીની માને છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચીન પર ઘણી નિર્ભર છે અને હાલ લીધેલા પગલાંથી ભારતને નુકસાન થશે.
આ પણ વાંચો - IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડીની પત્ની છે અભિનેત્રી, સાઉથની ફિલ્મમાં મોટું છે નામ
સર્વેમાં ફક્ત 56% લોકોને માન્યું કે તે ભારતમાં રસ ધરાવે છે અથવા તેમને આ દેશ વિશે કશુંક ખબર છે. 57% ચીનના લોકોનું માનવું છે કે ભારતની સેના એટલી વિકસિત નથી કે કોઈપણ પ્રકારે ચીની સેના સામે ટક્કર લઈ શકે.
બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત હુવાવેના ઉપકરણો ચરણબદ્ધ રીતે હટાવવા માંગે છે. ભારત સરકારે કથિત રુપથી હુવાવે પર પ્રતિબંધ લગાવવાના બદલે ટેલિકોમ કંપનીઓને સંકેત આપ્યો છે કે તે ચીની કંપનીથી દૂર રહે. હુવાવે પર અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં પૂરી રીતે પ્રતિબંધ છે.
Published by:Ashish Goyal
First published:August 27, 2020, 17:16 pm