Home /News /national-international /Free Trade Agreement: સ્કૉચ વ્હીસ્કી સહિત મેડ ઇન યૂકે બ્રાન્ડ્સના શોખીનોને ઝડપથી મળી શકે છે ગુડ ન્યૂઝ!

Free Trade Agreement: સ્કૉચ વ્હીસ્કી સહિત મેડ ઇન યૂકે બ્રાન્ડ્સના શોખીનોને ઝડપથી મળી શકે છે ગુડ ન્યૂઝ!

ભારત અને બ્રિટન વચ્ચે થઈ શકે છે મોટી ડીલ

FTA Between India-UK: ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં 50 બિલિયન ડોલરનો ટ્રેંડ થઈ રહ્યો છે, જેને વધારીને 100 બિલિયન ડોલર સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. ભારત બ્રિટનના ટ્રેડ સર્વિસ સેક્ટર પર નિર્ભર કરે છે.

    નવી દિલ્હી: આગામી દિવસોમાં મેડ ઈન યુકેની બ્રાન્ડ સ્કોચ વ્હીસ્કી અને રેન્જ રોવર ગાડીઓ સસ્તી મળવાની છે. સાથે જ યુકેમાં ગારમેંટ એક્સપોર્ટ કરવાનું પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. દિવાળી સુધીમાં બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ થવાના છે.

    જો આપ પણ made in UK,સ્કોચ વ્હીસ્કી અને રેન્જ રોવર ગાડીઓના શોખિન છો, તો આવનારા દિવસોમાં તે ખૂબ જ સસ્તામાં આપને મળી શકશે. હકીકતમાં દિવાળી સુધીમાં ભારત અને યુકે બંનેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે, FTA કરવાના છે. આ FTAથી ક્યા ક્યા સેક્ટર પર શું શું અસર પડશે, તે આગામી દિવસોમાં ખબર પડશે.

    દિવાળી સુધીમાં થઈ શકે છે એગ્રીમેન્ટ


    બ્રિટિશ હાઈ કમિશ્નરે કહ્યું કે, દિવાળીના ખાસ અવસર પર બંને દેશોના લોકોને FTAની ગ્રિફ્ટ મળી શકે છએ. બ્રિટિશ હાઈ કમિશ્નર સાથે જ આ કાર્યક્રમમાં કોમર્સ એન્ડ ઈંડસ્ટ્રી મિનિસ્ટ્રીએ જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્ર રત્નૂ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, આ ફ્રી ટ્રેડ એગ્રીમેંટ ટૂંક સમયમાં પુરુ થવાની સંભાવના છે. બંને દેશોએ આ મામલા પર ખૂબ જ પોઝિટિવિટી દેખાડી છે. આ એગ્રીમેંટ મોટા ભાગના મુદ્દા પર બંને દેશોની વચ્ચે સહમતી બની ચુકી છે અને આ એગ્રીમેંટ પર ઓક્ટોબરમાં દિવાળી પહેલા કરાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ એગ્રીમેંટથી બંને દેશો વચ્ચે વ્યવહાર સારો થશે અને આ બંને દેશના હિતમાં હશે.

    આ પણ વાંચો : વેપાર સંધી: આગામી મહિને PM મોદી જઈ શકે છે બ્રિટન, દિવાળી પહેલા મોટી ડીલ કરશે ફાઈનલ

    લેબર ઈંસેંટિવ સેક્ટરને મળશે ફાયદો


    જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્ર રત્નૂએ એ પણ જણાવ્યું છે કે, આ ફ્રી ટ્રેડ એગ્રીમેંટથી ભારતના એક્સપોર્ટ સેક્ટરમાં ગ્રોથ થશે. તેની સાથે જ દેશની લેબર ઈંસેંટિવ સેક્ટર જેવા પ્રોસેસ્ડ એગ્રો, લેદર, ટેક્સટાઈલ અન જ્વેલરી પ્રોડક્ટ્સને પણ પ્રોત્સાહન મળશે, બીજા દેશમાં રોજગારના અવસર પણ વધશે. ધ્યાન આપનારી બાબત એ છે કે, FTA એક ઈંટરનેશનલ કાયદો છે, જે અંતર્ગત બંને દેશ અથવા બેથી વધારે દેશ એકબીજા વચ્ચે વેપાર વધારવા માટે ઈંપોર્ટ -એક્સપોર્ટની અડચણો દૂર કરવાની કોશિશ કરે છે. તેના માટે તેમના વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ સાઈન થાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: UK, ભારત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन