નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં કામ કરાવવા માટે લાંચ (Bribery) આપવામાં ભારતના લોકો (Indian) એશિયા (Asia)માં સૌથી આગળ છે. અહીં લોકોને કોઈને કોઈ રૂપમાં લાંચ આપવી જ પડે છે. આ જાણકારી ભ્રષ્ટાચાર પર કામ કરનારી ટ્રાન્સપરનસી ઇન્ટરનેશનલ (Transparency International)ના બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટ મુજબ, એશિયા પ્રશાંત ક્ષેત્રમાં લાંચના મામલામાં ભારત શિખર પર છે, જ્યારે જાપાના સૌથી ઓછું ભ્રષ્ટ છે. આ રિપોર્ટ મુજબ એશિયાના અનેક દેશોમાં કમ્બોડિયા બીજા અને ઇન્ડોનેશિયા ત્રીજા નંબર પર છે. એશિયામાં દરેક પાંચમાંથી એક વ્યક્તિએ લાંચ આપી છે. જોકે, સર્વેમાં સામેલ 62 ટકા લોકો માને છે કે ભવિષ્યમાં સ્થિતિ સુધરશે.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, લગભગ 39 ભારતીયો માને છે કે તેઓએ પોતાના કામ કરાવવા માટે લાંચનો આશરો લીધો. કમ્બોડિયામાં આ દર 37 ટકા અને ઈન્ડોનેશિયામાં તે 30 ટકા છે. નોંધનીય છે કે, વર્ષ 2019માં ભ્રષ્ટાચારના મામલામાં ભારત દુનિયાના 198 દેશોમાં 80મા સ્થાને હતું. આ સંસ્થાએ ભારતને 100માંથી 41 પોઇન્ટ આપ્યા હતા. બીજી તરફ ચીન 80મા, મ્યાનમાર 130મા, પાકિસ્કાત 120મા, નેપાળ 113મા, ભૂટાન 25મા, બાંગ્લાદેશ 146મા અને શ્રીલંકા 93મા નંબરે રહ્યું હતું.
પોલીસ સૌથી વધુ લાંચ લે છે
રિપોર્ટ મુજબ, દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે પોલીસ અને સ્થાનિક અધિકારી લાંચ લેવાના મામલામાં સૌથી આગળ છે. આ લગભગ 46 ટકા છે. ત્યારબાદ દેશના સાંસદ આવે છે જેમના વિશે 42 ટકા લોકોએ આવો મત રજૂ કર્યો છે. બીજી તરફ, 41 ટકા લોકો માને છે કે લાંચખોરીના મામલામાં સરકારી કર્મચારી અને કોર્ટમાં બેઠેલા 20 ટકા જજ ભ્રષ્ટ છે.
એશિયાના સૌથી ઈમાનદાર દેશોની વાત કરીએ તો તેમાં માલદીવ અને જાપાન સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. અહીં માત્ર બે ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે કોઈ પણ કામ માટે લાંચ આપવી પડી છે. ત્યારબાદ દક્ષિણ કોરિયાનો નંબર આવે છે, જ્યાં લગભગ 10 ટકા લોકો માને છે કે તેમણે કામ કઢાવવા માટે લાંચ આપી છે. હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયામાં લાંચખોરીના મામલા ઓછા છે. પાકિસ્તાનમાં માત્ર 40 ટકા લોકોએ લાંચ આપવાની વાત સ્વીકારી છે.
વોટ માટે નોટ – એક મોટી સમસ્યા
દેશમાં વ્યાપક ભ્રષ્ટાચારને અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવી છે. જેમકે 89 ટકા ભારતીય માને છે કે સરકારી ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારબાદ 39 ટકા લાંચખોરીને મોટી સમસ્યા માને છે, જ્યારે 46 ટકા કોઈ પણ બાબત માટે ભલામણ કરવી તેને સમસ્યા માને છે. બીજી તરફ, 18 ટકા ભારતીય એવા પણ છે જેઓ માને છે કે વોટ માટે નોટ એક મોટી સમસ્યા છે. 11 ટકાએ માન્યું કે કામ કઢાવવા માટે થતું શારીરિક શોષણ એક મોટી સમસ્યા છે. આ પણ વાંચો, Small Savings Schemes: આ સરકારી યોજનાઓ આપી રહી છે 7.6% સુધીનું વ્યાજ, મેચ્યોરિટી પર મળશે ડબલ ફાયદો
કેટલા ટકા ભારતીય ભ્રષ્ટાચાર સામે લડવા માટે તૈયાર?
63 ટકા ભારતીયોએ માન્યું કે સામાન્ય વ્યક્તિ ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈમાં અગત્યનું અંતર લાવી શકે છે. 55 ટકા ભારતીયોએ કહ્યું કે ભ્રષ્ટાચારના પુરાવા આપવા માટે દિવસભર કોર્ટમાં ઊભા રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર