Union
Budget 2023

Highlights

Home /News /national-international /દરિયામાં ચીનને ટક્કરની તૈયારી! ભારત 55,000 કરોડની 6 સબમરીન ખરીદવાની તૈયારીમાં

દરિયામાં ચીનને ટક્કરની તૈયારી! ભારત 55,000 કરોડની 6 સબમરીન ખરીદવાની તૈયારીમાં

પ્રતીકાત્મક તસવીર

ચીનની દરિયામાં વધતી તાકાતને ધ્યાને લઈ આ 6 સબમરીન ભારતની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવામાં અગત્યની ભૂમિકા અદા કરશે

  નવી દિલ્હીઃ ભારતીય નૌસેના (Indian Navy) માટે 6 પારંપરિક સબમરીન (Conventional Submarine)ના નિર્માણ માટે 55,000 કરોડની રૂપિયાની મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રપોઝલ પ્રક્રિયા ઓક્ટોબર સુધી શરૂ થવાની છે. ચીનની નેવી (Chinese Navy)ની વધતી તાકાતને ધ્યાને લઈ આ સબમરીન ભારતની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવામાં અગત્યની ભૂમિકા અદા કરશે. સરકારી સૂત્રોએ રવિવારે આ વિશે જાણકારી આપી.

  વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠળ ભારતમાં આ સબમરીનનું નિર્માણ થશે. તે મુજબ સ્થાનિક કંપનીઓને દેશમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણ નિર્માણ માટે વિદેશી રક્ષા કંપનીઓથી કરારની મંજૂરી હશે અને આયાત પર નિર્ભરતા ઘટશે. સૂત્રોએ જણાવ્યું કે, પરિયોજનાના સંબંધમાં આરએફપી (અનુરોધ પ્રસ્તાવ) જાહેર કરવા માટે સબમરીનની વિશિષ્ટતા અને અન્ય જરૂરી માપદંડને લઈને રક્ષા મંત્રાલય અને ભારતીય નૌસેનાની અલગ-અલગ ટીમો દ્વારા કામ પૂરું થઈ ચૂક્યું છે. તેઓએ જણાવ્યું કે, ઓક્ટોબર સુધી આરએફપી જાહેર થશે.

  Make in India હેઠળ સૌથી મોટું ઉપક્રમ

  રક્ષા મંત્રાલય પરિયોજના માટે બે ભારતીય શિપયાર્ડ અને પાંચ વિદેશી રક્ષા કંપનીઓના નામોની સંક્ષિપ્ત યાદી બનાવી ચૂક્યું છે. તેને મેક ઇન ઇન્ડિયા હેઠળ સૌથી મોટું ઉપક્રમ હોવાનું કહેવાય છે. અંતિમ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રુપ અને સરકારી મઝગાંવ ડોક લિમિટેડ (એમડીએલ) છે, જ્યારે પસંદગીની વિદેશી કંપનીઓમાં થાયસીનક્રૂપ મરીન સિસ્ટમ (જર્મની), નવાનતિયા (સ્પેન) અને નેવલ ગ્રુપ (ફ્રાન્સ) સામેલ છે.

  આ પણ વાંચો, ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટમાં વિલંબ થતા રેલવે મંત્રીએ 9 રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું, વડાપ્રધાન બધું જોઈ રહ્યા છે

  સૂત્રોએ જણાવ્યું કે, શરૂઆતમાં રક્ષા મંત્રાલય એમડીએલ અને એલ એન્ડ ટીને આરએફપી જાહેર કરશે તથા બંને કંપનીઓ દસ્તાવેજ મળ્યા બાદ પોતાની વિસ્તૃત પ્રપોઝલ રજૂ કરશે. ત્યારબાદ એલ એન્ડ ટી અને એમડીએલને પાંચ પસંદગીની કંપનીમાંથી એક વિદેશી ભાગીદારની પસંદગી કરવાની રહેશે.

  આ પણ વાંચો, દિલ્હીમાં સતત 6 વર્ષ સુધી વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ

  6 સબમરીન સહિત 24 નવી સબમરીન ખરીદવાની યોજના

  પાણીની અંદર પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે ભારતીય નૌસેનાની પરમાણુ હુમલો કરવાની ક્ષમતાવાળી 6 સબમરીન સહિત 24 નવી સબમરીન ખરીદવાની યોજના છે. નૌસેનાની પાસે હાલમાં 15 પારંપરિક સબમરીન અને બે પરમાણુ સંપન્ન સબમરીન છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી ઉપસ્થિતિને ધ્યાને લઈ નૌસેના પોતાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. વૈશ્વિક નૌસેના વિશ્લેષકો મુજબ, ચીનની પાસે 50થી વધુ સબમરીન અને લગભગ 350 યુદ્ધજહાજ છે. આગામી 8-10 વર્ષમાં આ બંનેની સંખ્યા 500થી વધુ થઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Defence ministry, India China Conflict, India-China Faceoff, Indian Navy, Make in india, ચીન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन