Home /News /national-international /international flights : 2 વર્ષ પછી 27 માર્ચે ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ, સરકારે આપી મંજૂરી

international flights : 2 વર્ષ પછી 27 માર્ચે ફરી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ, સરકારે આપી મંજૂરી

વિભૂ પટેલ, અમદાવાદ : ઊનાળુ વેકેશનમાં (Summer Vacation)  પ્રવાસન (Toursim)  માટેના વિવિધ રમણીય સ્થળોની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI Ahmedabad Airport)  આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરીસ્ટ ડેસ્ટીનેશન્સમાં પર્વતો બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે.

coronavirus pandemic - કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ઉડાનો નિલંબિત છે

નવી દિલ્હી : ભારતમાં બે વર્ષ પછી એટલે કે 27 માર્ચથી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર (international passenger flights)સેવાઓની શરુઆત થઇ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી. મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે 27 માર્ચથી ભારત (India)માટે અને અહીંથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓને (flights)ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

આ સાથે મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશોનું કડકાઇથી પાલન કરવું પડશે. આ પહેલા 19 જાન્યુઆરી અને પછી 28 ફેબ્રુઆરીએ દેશમાં આંતરાષ્ટ્રીય પેસેન્જર ઉડાનોનું નિલંબન આગામી આદેશ સુધી વધારી દીધું હતું.

આ પણ વાંચો - મહારાષ્ટ્ર : આદિત્ય ઠાકરેના કરીબી પર ઇન્કમટેક્સ વિભાગની રેડ, શિવસેના MP સંજય રાઉત ભડક્યા

કોરોના વાયરસ મહામારીના કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ઉડાનો નિલંબિત છે. જોકે આ પછી એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઇ 2020થી ભારત અને લગભગ 45 દેશો વચ્ચે વિશેષ યાત્રી ઉડાન સંચાલિત થઇ રહી છે.

આ દેશો સાથે ભારત હવાઈ પરિવહન ધરાવે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Positive story: દેશનું એક એવું ગામ જ્યાં રહે છે સૌથી વધુ કરોડપતિઓ, સરપંચે બદલી નાખ્યું ગામનું નસીબ

2021ના અંતમાં ભારતે કેટલીક શરતો સાથે 15 ડિસેમ્બર 2021થી કેટલીક વાણિજ્યિક આંતરરાષ્ટ્રીય યાત્રી સેવા ફરીથી શરુ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. જોકે વિશ્વમાં આવેલી કોરોનાની ત્રીજી લહેરના કારણે યોજનાને સ્થગિત કરી દીધી હતી.
First published:

Tags: Flights, International flights

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો