ભારતને કોરોના વેક્સિનના 25 કરોડ ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે: GAVI

ભારતને કોરોના વેક્સિનના 25 કરોડ ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે: GAVI
પ્રતીકાત્મક તસવીર

GAVI ઓછી અને મધ્યમ આવકવાળા દેશોને રસી આપવા માટે એક જાહેર-ખાનગી વૈશ્વિક આરોગ્ય ભાગીદાર છે.

  • Share this:
નવી દિલ્હી: વેક્સીન સાથે સંબંધિત ગ્લોબલ એલાયન્સ GAVIએ કહ્યું છે કે ભારતને કોરોના વેક્સિનના 19થી 25 કરોડ ડોઝ સબસીડી સાથે આપવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય સંગઠને કહ્યું છે કે, ભારતને રસી માટે તકનીકી મદદ કરવા માટે અને કોલ્ડ ચેઇનની વ્યવસ્થા કરવા માટે 30 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે 220 કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. GAVIના પ્રવક્તાએ જણાવ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં જ COVAX બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

GAVI ઓછી અને મધ્યમ આવકવાળા દેશોને રસી આપવા માટે એક જાહેર-ખાનગી વૈશ્વિક આરોગ્ય ભાગીદાર છે. તે નિર્ણય કરે છે કે રસીકરણ કાર્યક્રમ સમગ્ર વિશ્વના સમૃદ્ધ, ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો સુધી પહોંચવો જોઈએ. સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે, અમે હાલના કોરોના સંકટમાં ભારતને મદદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. GAVIએ એ પણ સ્વીકાર્યું કે ભારતમાં હાલના કોરોના સંકટની વિશ્વવ્યાપી રસી પુરવઠા પર મોટી અસર પડી છે, કારણ કે ભારત પોતે જ રસી ઉત્પાદન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે.



આ પણ વાંચો: તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

ભારતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ દ્વારા થઇ રહ્યું છે વેક્સિનેશન

ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો હતો. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ દ્વારા જ રસીકરણ થઇ રહ્યું છે. તેમાં પણ કોવિશીલ્ડનો વપરાશ વધુ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે. એપ્રિલ મહિનામાં ભારતને કોરોણાની બીજી લહેરે ઝપટમાં લીધો ત્યારે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે 18 વર્ષથી વધુની વયના લોકોને પણ વેક્સીન આપવામાં આવે. કેન્દ્ર સરકારે આ અંગે નિર્ણય લઈને 1 મેથી વેક્સિનેશનની શરૂઆત પણ કરી દીધી હતી. જેના કારણે ભારતમાં વેક્સિનની માંગમાં વધારો થયો છે, જેથી આ માંગને પૂરી કરવી મુશ્કેલ થઇ છે.

આ પણ વાંચો: પ્રેમીને જોતા જ Doggy બની જાય છે યુવતી, ચાર પગે કરે છે ઉછળકૂદ, ગળામાં હંમેશા પહેરે છે પટ્ટો!


આ પણ વાંચો: આસારામની તબિયત વધારે બગડી! મોડી રાત્રે જોધપુર AIIMS ખાતે ખસેડાયા


જોકે, હવે ભારત સરકારે રશિયાની વેક્સીન સ્પુતનિક Vને ઇમરજન્સી ઉપયોગ માટે અનુમતિ આપી દીધી છે. રશિયાથી વેક્સિનનો પહેલો જથ્થો આવી ગયો છે. જોકે, પ્રથમ જથ્થામાં માત્ર દોઢ લાખ જેટલા જ ડોઝ છે. જેને જલ્દી જ વધારવામાં આવશે. જેને લઈને GAVIએ ભારતને મોટું આશ્વાસન આપ્યું છે. જેથી આશા છે કે ભારતમાં વેક્સીનની માંગ વહેલી પૂર્ણ થશે.
Published by:News18 Gujarati
First published:May 08, 2021, 11:29 am

ટૉપ ન્યૂઝ