Home /News /national-international /Bipin Rawat funeral: અલવિદા CDS બિપિન રાવત, દિલ્હીમાં બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ અને NSA ડોભાલે શ્રદ્ધાંજલિ આપી

Bipin Rawat funeral: અલવિદા CDS બિપિન રાવત, દિલ્હીમાં બ્રિગેડિયર લિડરને અંતિમ વિદાય, રાજનાથ સિંહ અને NSA ડોભાલે શ્રદ્ધાંજલિ આપી

CDS બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે.

CDS Bipin Rawat funeral: CDS બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે લઈ જવામાં આવશે.

    CDS Bipin Rawat funeral: CDS બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. આ તમામના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો અહીં સવારે 11 થી 12.30 સુધી રાવત દંપતિને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી બપોરે 12:30 થી 1:30 સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે લઈ જવામાં આવશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10 વાગ્યે સીડીએસ બિપિન રાવતના નિવાસ પર તેમને શ્રદ્ધાંજલિ આપશે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 11 વાગ્યે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે.

    ક્રેશમાં આ લોકોએ જીવ ગુમાવ્યા

    CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર અને લાન્સ નાયક સાઈ તેજાએ જીવ ગુમાવ્યા.



    આખો દેશ આપી રહ્યો છે વિદાય

    જનરલ બિપિન રાવતના મૃતદેહને સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. મૃતદેહ આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDSના પરિવારજનોને પણ મળ્યા હતા.
    " isDesktop="true" id="1159285" >

    જનરલ બિપિન રાવત સહિત અકસ્માતમાં જીવ ગુમાવનારા વીરોને કેરળથી લઈને કાશ્મીર સુધી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો જ્યારે સીડીએસના પાર્થિવ દેહને કુન્નૂર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે લોકોએ ફૂલોની વર્ષા કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં, કાશ્મીરના લાલ ચોક પર પણ લોકોએ ભીની આંખે બહાદુર સપૂતોને યાદ કર્યા. સુરતમાં પણ બાળકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: CDS, CDS બિપિન રાવત, Funeral, Nation News, Tribute

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन