Home /News /national-international /

Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

ભારત કોરોના વાયરસના (Coronavirus)સંક્રમણને રોકવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે

    નવી દિલ્હી : ભારત કોરોના વાયરસના (Coronavirus)સંક્રમણ રોકવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. હવે રિપોર્ટ છે કે સરકાર કોરોનાથી લડવા માટે કોવિડ-19 ક્લિનિકલ રિસર્ચ નેટવર્ક બનાવશે. જેથી મહામારી પ્રત્યે સમજણ વધારી શકાય. ભારતના આ નિર્ણયને કોરોના મહામારીને રોકવા માટે દવા વિકસિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

    કોરોના મહામારી ફેલાવવાથી રોકવાના સંબંધમાં કરવામાં આવેલા પ્રયત્નોની સમીક્ષા કરનાર નેશનલ ટાસ્ક ફોર્સ ટેકનિકલ એક્સપર્ટે તેની ભલામણ કરી હતી. રિસર્ચ કોલેબોરેટિવ નેટવર્ક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી કામ કરશે.

    ICMRએ એક નિવેદનમાં કહ્યું છે કે આ નેટવર્કને બનાવવાનો ઉદ્દેશ્ય સ્પેસિફિક ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલને વિકસિત કરવાનો છે. આ માટે એક કેન્દ્રીયકૃત ડેટાબેસ તૈયાર કરવો પડશે. જે ક્લિનિકલ અને લેબોરેટરી પેરામીટર્સ પર હશે.

    આ પણ વાંચો - માઇકલ ક્લાર્કે કહ્યું - IPLમાં રમવા માટે કોહલીની ચમચાગિરી કરે છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલ જે હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમને આ નેટવર્કના પાર્ટનર બનાવવા માટે કહેવામાં આવશે. નેટવર્કમાં સામેલ થવા માટે ICMRએ એક લિંક પણ જાહેર કરી છે. https://forms.gle/LHByZkR41UPHqX9FA લિંક પર લોગીન કરીને કોઇપણ હોસ્પિટલ નેટવર્કથી કનેક્ટ થઈ શકે છે.

    ICMRના એક સિનીયર વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આ મુખ્ય રુપથી હોસ્પિટલ સ્તર પર ડેટાનો ઉપયોગ કરવાનું માધ્યમ છે. જેમાં તે બધાને સામેલ કરવામાં આવશે જે લક્ષણોના આધારે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

    વર્તમાન આંકડા બતાવે છે કે કોરોનાના 80 ટકા પોઝિટિવ કેસમાં લક્ષણ માઇલ્ડ એટલે ઘણા સાધારણ હતા. જ્યારે 15 ટકા ગંભીર લક્ષણવાળા દર્દીઓમાં શ્વાસની તકલીફ હતી. જ્યારે 5 ટકા દર્દીઓને ઓક્સિજન કે વેન્ટીલેટર સપોર્ટની જરુર પડી છે.

    ICMRના સાઇંટિસ્ટે કહ્યું હતું કે કોરોના વિશે અત્યાર સુધી ઘણું બધુ જાણી શકાયું છે અને આગળ ઘણું સમજવાનું બાકી છે. રિસર્ચથી બધું સામે આવશે. આપણે આ વાયરસના સંબંધમાં વધારે નવી જાણકારી મેળવી શકીશું અને આ મહામારીની પેટર્નને પણ સમજી શકીશું. જે પછી સારવાર કરવી આસાન થઈ જશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Coronavirus Pandemic, ICMR, ભારત

    આગામી સમાચાર