ચીન સાથે તણાવ વચ્ચે ભારત મજબૂત કરી રહ્યું છે ડિફેન્સ, 35 દિવસોમાં 10 મિસાઇલોનું પરિક્ષણ

ચીન સાથે તણાવ વચ્ચે ભારત મજબૂત કરી રહ્યું છે ડિફેન્સ, 35 દિવસોમાં 10 મિસાઇલોનું પરિક્ષણ

પૂર્વી લદાખમાં ચીન સાથે થયેલા વિવાદ પછી ભારતે પોતાના રક્ષા તંત્રને મજબૂત કરવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે

 • Share this:
  નવી દિલ્હી : પૂર્વી લદાખમાં (East Ladakh)ચીન (China)સાથે થયેલા વિવાદ પછી ભારતે પોતાના રક્ષા તંત્રને (Defence System)મજબૂત કરવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે. ભારત સતત મિસાઇલ અને તાકાતવર હથિયારોનું પરિક્ષણ કરી રહ્યું છે. આ અંતર્ગત ડીઆરડીઓ (Defense research and development organization)આગામી સપ્તાહે 800 કિલોમીટર રેન્જની નિર્ભય સબ સોનિક ક્રૂઝ મિસાઇલ પરિક્ષણ કરવા જઈ રહ્યું છે. થલ સેના અને નૌસેનામાં ઔપચારિક રુપથી સામેલ થતા પહેલા અંતિમ વખત તેનું પરિક્ષણ કરવામાં આવશે.

  સૂત્રોના હવાલાથી મળેલી જાણકારી પ્રમાણે ડીઆરડીઓ તરફથી છેલ્લા 35 દિવસની અંદર આ 10મી મિસાઇલનું પરિક્ષણ હશે. સુત્રોનું કહેવું છે કે ડીઆરડીઓ મેડ ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા ઝડપથી સામરિક પરમાણુ અને પારંપરિક મિસાઇલોને વિકસિત કરવામાં લાગ્યું છે.

  આ પણ વાંચો - 2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત : સ્ટડી

  દર 4 દિવસમાં એક મિસાઇલ પરિક્ષણ

  હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે એક મહિનાની અંદર દર ચાર દિવસમાં એક મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓના પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક મિસાઇલ એક્સપર્ટનું કહેવું છે કે ચીન સાથે બગડી રહેલા સંબંધો વચ્ચે ડીઆરડીઓને બધાની નજરથી દૂર કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ ટ્રેક અંતર્ગત મિસાઇલ પ્રોગ્રામને પુરા કરે કારણ કે ભારત સરકારને સરહદ પર શાંતિ માટે ચીન તરફથી કરવામાં આવેલ પ્રતિબદ્ધતા પર શંકા છે.

  આ મિસાઇલોનું કરવામાં આવ્યું પરિક્ષણ

  - 7 સપ્ટેમ્બરે ભારતે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોનેસ્ટ્રેટર વૈકિલનું (એસએસટીડીવી)પરિક્ષણ કર્યું હતું.
  - આ પરિક્ષણના 4 સપ્તાહ પછી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના એક્સટેંડેડ રેન્જ વર્ઝનનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
  - આ પછી પરમાણુ સંપન્ન શોર્ય સુપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું.
  - DRDO એ પરમાણ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વી-2નું પરિક્ષણ પણ કર્યું હતું. જે 300 કિમી દૂર રહેલા લક્ષ્ય પર હુમલો કરવા સક્ષમ છે.
  - 9 ઓક્ટોબરે ભારતે પ્રથમ સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઇલ ‘રુદ્રમ-1’નું સફળ પરિક્ષણ કર્યું હતું. આ મિસાઇલ મળવાથી ભારતીય વાયુસેનાની તાકાત વધી જશે.
  Published by:Ashish Goyal
  First published: