ચીન સાથેના વિવાદ વચ્ચે ભારતે બે મહિના કરતા ઓછા સમયમાં 11 મિસાઈલોનું કર્યું પરીક્ષણ

News18 Gujarati
Updated: October 18, 2020, 9:43 PM IST
ચીન સાથેના વિવાદ વચ્ચે ભારતે બે મહિના કરતા ઓછા સમયમાં 11 મિસાઈલોનું કર્યું પરીક્ષણ
પ્રતિકાત્મક તસવીર

બ્રહ્મોસના સફળ પરીક્ષણની સાથે ભારતે અત્યાર સુધી બે મહિનાના ઓછા સમયમાં 11 મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (BrahMos Supersonic Cruise Missile)ના એક નૌસેના (Navy) પ્રારુપના એક ભારતીય નૌસેના સ્વદેશ નિર્મિત અને વિધ્વંસક જહાજથી રવિવારે અરબ સાગરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને આ જાણકારી આપતા કહ્યું કે મિસાઈલ આઈએનએસ ચૈન્નાઈ (IANS Chennai) વિધ્વંસક પોતથી છોડવામાં આવી હતી અને લક્ષ્યને પુરી સટીકતાથી ભેદી દીધું હતું.

બ્રહ્મોસના સફળ પરીક્ષણની સાથે ભારતે અત્યાર સુધી બે મહિનાના ઓછા સમયમાં 11 મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલોના પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખ (Northern Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) ઉપર ભારત અને ચીન વચ્ચે આશરે પાંચ મહિનાથી વધારે સમયથી તણાવ ચાલું છે. જૂનમાં લદ્દાકની ગલવાન ઘાટીમાં આ તણાવ હિંસક ઝડપમાં તબ્દીલ થઈ ગઈ હતી. જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

ભારતે બે મહિના કરતા ઓછા સમયમાં કરાયેલા મિસાઈલના પરીક્ષણ

7 સપ્ટેમ્બરઃ સ્વદેશી રૂપથી વિકસિત હાઈપરસોનિક પ્રૌદ્યોગિકી પ્રદર્શનકારી વાહન (HSTDV), જે ક્રૂઝ મિસાઈલો અને લાંબી અંતરની મિસાઈલ પ્રણાલિયો માટે જરૂરી છે. આનું પરીક્ષણ ઓડિશાના તટથી કર્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

22 સપ્ટેમ્બરઃ ABHYAS- હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) વાહનોના ઓડિશાના તટ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આનો ઉપયોગ વિવિધ મિસાઈલ પ્રણાલીઓના મૂલ્યાંકન માટે લક્ષ્યના રૂપમાં કરવામાં આવી શકે છે.આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

23 સપ્ટેમ્બરઃ DRDOએ મહારાષ્ટ્રના અહમદનગરમાં સ્વદેશી રૂપથી વિકસિત લેજર-ગાઈડેડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. DRDO પ્રમાણે વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ કવચ દ્વારા સંરક્ષિત બખ્તરબંધ વાહનોને હરાવવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદના બે વિદ્યાર્થીનું જોરદાર ઇનોવેશન! ભંગાર સ્ક્રૂટી પણ દોડશે 70 kmની સ્પીડથી

23 સપ્ટેમ્બરઃ પૃથ્વી-2નું પરીક્ષણ ઓડિશાના બાલાસોરથી કરવામાં આવ્યું હતું. આ એક સ્વદેશી રૂપથી વિકસિત પરમાણુ સક્ષમ સતહથી સતહ ઉપર વાર કરનારી મિસાઈલ છે. DRDO અનુસાર પોતાના લક્ષ્યને હિટ કરવા માટે પેંતરાબાજીસાથે એક ઉન્નત ઝડત્વીય માર્ગદર્શન પ્રણાલીનો ઉપયોગ કરે છે.

30 સપ્ટેમ્બરઃ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું વિસ્તારિત રેન્જ ઓડિશામાં ભૂમિ આધારિત સુવિધાથી પરીક્ષણ કર્યું હતું.

1 ઓક્ટોબરઃ લેજર-ગાઈડેડ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક એમબીટી અર્જૂન ટેન્કથી છોડવામાં આવી હતી.

3 ઓક્ટોબરઃ ભારતના ઓડિશા તટથી પરમાણુ સક્ષમ શૌર્ય મિસાઈલના નવા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું.

5 ઓક્ટોબરઃ ભારતના સબમરીન-રોધી યુદ્ધ વિકસિત કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક પરીક્ષણ-અગ્ની સ્વદેશી રૂપથી વિકસિત SMART ટારપીડો પ્રણાલીનો વિકાસ કર્યો છે. જે ટારપીડો રેન્જથી એન્ટી સબમરીન વારફેયર સંચાલન માટે આવશ્યક છે.

10 ઓક્ટોબરઃ ભારતે પોતાની પહેલી સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમ-1નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે જમીન ઉપર દુશ્મનના રડારની જાણ કરી શકે છે.

18 ઓક્ટોબરઃ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની એક નૌસેનિક સંસ્કરણ સ્વદેશ નિર્મિત વિધ્વંસક આઈએનએસ ચેન્નઈથી ફાયર કર્યું છે.
Published by: ankit patel
First published: October 18, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading