UNમાં ભારતે પાક. પર સાધ્યુ નિશાન, અફઘાન ટેરર ફંડિગ પર પ્રતિબંધની કરી માંગણી

પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ કહેતા ભારતે સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનમાંઆતંકવાદીઓનાં ફંડિગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી

પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ કહેતા ભારતે સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનમાંઆતંકવાદીઓનાં ફંડિગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી

  • Share this:
અફઘાન ટેરર ફંડિગ મામલે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાન પર નિશાન સાધ્યુ છે. પાકિસ્તાનને આતંકીઓનું સ્વર્ગ કહેતા ભારતે સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનમાંઆતંકવાદીઓનાં ફંડિગ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.

ભારતનું કહેવું છે કે, પ્રતિબંધ જ એકમાત્ર ઉપાય છે જેનાથી પાકિસ્તાનમાંથી આતંકવાદને ઓછો કરી શકાય છે. આપને જણાવી દઇએ કે, અફધાનિસ્તાનનાં આતંકવાદી જૂથ, હક્કાની નેટવર્ક, તાલિબાન, ભારત કેન્દ્રિત જૂથ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીઓ માટે પાકિસ્તાન ઘર જેવું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનું એક વખત પણ નામ નથી લીધુ. પણ એવા આતંકી જુથોનાં નામ લીધા જે પાકિસ્તાનમાં છે.

સૈયદ અકબરુદ્દીને તેમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનની સુંપ્રભુતા અને સ્થાયિત્વને સુરક્ષિત રાખવાની જરૂર છે તે એન્ટી ગવર્નમેન્ટ આતંકી તત્વ અમન-ચેનનો માહોલ ખરાબ કરે છે. સીમા પારથી તેમને ફંડિંગ મળે છે.

તેમણે ઉમેર્યુ કે, અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાનાં પડકારને પહોંચી વળવા ભારતને ટેકો છે. સીમા પારનાં ફંડિંગથી આપણા દેશમાં આતંકવાદ ફેલાવતા સંગઠનો સામે લડવાની વિશ્વનાં પ્રયાસોમાં ભારત તેમની પડખે છે. સુરક્ષા પરિષદે તે તમામ ફંડિંગને રોકવું જોઇએ. જે અફઘાનિસ્તાનનાં આતંકી સીમા પારથી મેળવે છે.

અકબરુદ્દીનનું કહેવું છે કે વિશ્વમાં ક્યારેય કોઇપણ સ્તર પર આતંકવાદીઓ માટે કોઇ જ સુરક્ષિત કે સંરક્ષિત જગ્યા ન બનવી જોઇએ. પરમાણુ હથિયાર મામલે સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, ભારત પરમાણુ હથિયારોથી મુક્ત વિશ્વનાં લક્ષ્ય અને
તેનાં અનુકરણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
First published: