કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો

કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો
કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો (Photo- Reuters)

આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીનો રહેશે

 • Share this:
  નવી દિલ્હી : બ્રિટનમાં કોરોના વાયરસના નવો સ્ટ્રેન સામે આવવાથી ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવનાર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીનો રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી સોમવારે આ જાણકારી આપવામાં આવી છે.

  નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે અસ્થાયી રીતે બ્રિટનથી આવનાર અને ત્યાં જનાર બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. બધા યાત્રી જે બ્રિટનથી ભારત આવી રહ્યા છે તેમણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો અને સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત રહેશે.  મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરેલ ટ્વિટમાં જણાવ્યું છે કે સાવધાની રાખતા જે યાત્રી બ્રિટનથી આવી રહ્યા છે તેમણે સંબંધિત એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.

  આ પણ વાંચો - કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી

  નેધરલેન્ડ્સ (Netherlands) અને ઇટાલીએ (Italy)પણ દક્ષિણ ઇંગ્લેન્ડમાં (South England)કોરોના વાયરસના નવા પ્રકાર સામે આવ્યા પછી બ્રિટનથી (Britain)આવનાર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

  આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના સંક્રમણને લઇને ચિંતાઓ વચ્ચે કહ્યું કે સરકાર સર્તક છે અને ગભરાવવાની જરૂર નથી.
  Published by:Ashish Goyal
  First published:December 21, 2020, 16:03 pm