વાયુસેનાની તાકાતમાં થયો વધારો, એન્ટી-રેડિએશન મિસાઇલ 'રુદ્રમ'નું થયું સફળ ટેસ્ટિંગ

રુદ્રમ

રુદ્રમ (Rudram Anti Radiation Missile) ભારતમાં બનેલી તે ખાસ મિસાઇલ છે જે હવે ચીન અને પાકિસ્તાનને ધૂળ ચટાડશે.

 • Share this:
  ભારતે મિસાઇલ ક્ષેત્રમાં એક વધુ ઊંચાઇ સર કરી છે. શુક્રવારે એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમની લડાકૂ વિમાન સુખોઇ 30થી સફળ ટેસ્ટિંગ કરવામાં આવી હતી. આ મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ પરિષદ (DRDO)એ વિકસિત કર્યું છે. પૂર્વ તટ પર આ મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રુદ્રમ પોતાની રીતમાં એક અલગ જ મિસાઇલ છે. યુદ્ધ વિમાન મિરાજ 2000, જેગુઆર, તેજસ, તેજસ માર્ક 2ને પણ આ મિસાઇલથી લેસ કરી શકાય છે. આ મિસાઇલના ટેસ્ટિંગ પછી ભારતીય વાયુ સેનાની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો થયો છે. દુશ્મનની વાયુ રક્ષા વ્યવસ્થાને નષ્ટ કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલી આ મિલાઇલ અલગ અલગ ઊંચાઇ વાળી જગ્યા પર પણ કામ કરવામાં સક્ષમ છે.

  આ પહેલા સોમવારે ભારતે ઓડિસા તટના હ્વિલર દ્રીપથી સુપરસોનિક રિલીજ ઓફ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. ટોરપીડોની રેન્જની બહાર એન્ટી સબમરીન વોરફેર અભિયાનમાં આ મિસાઇલ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. સીમા પર ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે આ મિસાઇલ્સની ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  વધુ વાંચો : હૈદરાબાદ : 1 વર્ષ 9 મહિનાના આ 'જીનિયસ બાળકે' પોતાના નામ પર અત્યાર સુધીમાં 5 રિકોર્ડ્સ નોંધ્યા છે

  7 સપ્ટેમ્બરે ભારતે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલને ટેસ્ટ કરી હતી. જે અવાજની ગતિથી 5 ગણી વધુ સ્પીડથી ટ્રાવેલ કરે છે. 30 સપ્ટેમ્બરે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ક્રૂઝ વર્ઝન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેની રેન્જ વધીને 400 કિલોમીટર કરવામાં આવી છે. વર્તમાન સમયમાં આની રેન્જ 290 કિલોમીરટ છે. આ ઓક્ટોબરે 700 કિલોમીટરની રેન્જવાળી શૌર્ય મિસાઇલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

  જેની રેન્જ વધીને 800 કિમી સુધી કરી શકાય છે. આવનારા થોડા સમયમાં નિર્ભય ક્રૂઝ મિસાઇલનું પણ ટેસ્ટ થશે જે લગભગ 800 કિમી રેન્જ વાળી છે. નિર્ભય મિસાઇલનીપછી 3 સેના અને નૌસેના બંનેમાં સામેલ કરવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published: