Home /News /national-international /ભારતે કર્યુ પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ

ભારતે કર્યુ પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ

    ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી સ્વદેશી અગ્નિ-1 બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. ભારતીય સેનાના સ્ટ્રૈટેજીક ફોર્સ કમાંડે ઓડિશા તટ સાથે જોડાયેલ અબ્દુલ કલામ દ્વીપથી આજે  સવારે 8.30 કલાકે આ મિસાઈલનો ટેસ્ટ કરવામાં આવ્યો.

    રક્ષા સૂત્રો પ્રમાણે અગ્નિ-1 મિસાઈલનું આ 18મું વર્જન હતું જે નિર્ધારિત સમય સીમામાં જ દરેક માપદંડો પર ખરી ઉતરી. આ મિસાઈલને 2004માં સૌથી પહેલા સેવામાં લાવવામાં આવી હતી.

    રક્ષા સૂત્રોએ કહ્યું કે જમીનથી જમીન પર વાર કરનાર આ સિંગલ સ્ટેજ મિલાઈલને સોલિડ પ્રોપલેંટસ દ્વારા બનાવવામાં આવી છે. અગ્નિ-1ને સેના દ્વારા નિયમિત ટ્રેનિંગ અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે.

    આ મારક ક્ષમતા સક્ષમ મિસાઈલ છે. આની મારક ક્ષમતા સાતસો કિલોમીટર છે. 15 મીટર લાંબી અને 12 ટન વજનની આ મિસાઈલ એક ક્વિંટલ ભારના પારંપરિક અને પરમાણુ આયુધ લઈ જવામાં સક્ષમ છે. મિસાઈલને રેલ અને રસ્તા બંન્ને પ્રકારના મોબાઈલ લોન્ચરથી છોડી શકાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ballistic missile

    विज्ञापन
    विज्ञापन